Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

શહેરમાં પ૯૧.૯૩ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

બુધવારે વિજયભાઇ રાજકોટમાં: પશ્ચિમ મામલતદાર કચેરી, યુનિ. રોડ પર કોમ્યુનીટી હોલનું લોકાર્પણ

રૈયા સ્માર્ટ સીટી એરિયામાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરઃ વોર્ડ નં. ૧૩ માં ડી.આઇ. પાઇપ લાઇન, પ૧ મીની ટીપર વાન સહિત પ્રોજેકટોનું ખાતમુર્હૂત તથા લોકાર્પણ તા. ૧૧ના મુખ્યમંત્રીના હસ્તે કરાશેઃ સાંજે ૪ વાગ્યે નવનિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ ખાતે સંયુકત ડાયસ કાર્યક્રમ

રાજકોટ તા. ૯ :.. મહાનગરપાલિકાના રૈયા સ્માર્ટ સીટી એરીયામાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, પૃથ્વીરાજ ચૌહાણ પ્રા. શાળા નં. ૪૮ ના નવા બિલ્ડીંગ તથા વોર્ડ નં. ૧૩ માં ડી. આઇ. પાઇપ લાઇન નેટવર્કનું ખાતમુર્હુત તેમજ વોર્ડ નં. ૧૦ માં નિર્માણ પામેલ કોમ્યુનીટી હોલ, ૬ વેકયુમ રોડ સ્વિપીંગ મશીન અને પ૧મીની ટીપર વાનનું લોકર્પણ તેમજ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ના મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ)નું લોકાર્પણ તથા રૂડા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અર્થે ૩ રેફયુઝી કોમ્પેકટરનું લોકાર્પણ તેમજ રૂડાના ટી. પી. ના ૧૮ મી. અને ૧ર મી. રોડ, વાવડીથી કાંગશીયાળીના બીટયુમિનસ રોડ અને હાઇલેવલ બ્રીજ મળી કુલ રૂ. પ૯૧.૭૩ કરોડના વિવિધ પ્રોજેકટના લોકાર્પણ - ખાતમુહુર્ત રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા. ૧૧ નાં બુધવારના કરવામાં આવશે. આ કાર્યક્રમનું સયુકત ડાયસ વોર્ડ નં. ૧૦ માં નિર્માણ પામેલ કોમ્યુનીટી હોલ પાસેનું ગ્રાઉન્ડ, એસ. એન. કે. સ્કુલ પાછળ, યુનિ. રોડ, ખાતે સાંજના ૪ કલાકે રાખવામાં આવેલ છે. તેમ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસીપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા, નગર પ્રા. શિ. સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠકુર, સેનિટેશન કમીટી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, વોટર વર્કસ કમીટી ચેરમેન દેવરાજભાઇ મકવાણાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમજ પ્રેરણાદાયી ઉપસ્થિતી તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના  પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, જીલ્લા કલેકટર રેમ્યા મોહન,

પોલીસ કમિશન મનોજ અગ્રવાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, અનુસુચિત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, પૂર્વ મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, અતિથી વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, દંડક અજયભાઇ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા. ૧૧ ના બુધવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઇની ઉપસ્થિતીમાં રૈયા સ્માર્ટ સીટી એરીયામાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પ૪૮.૦૦ કરોડ, શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રા. શાળા નં. ૪૮ ના નવા બીલ્ડીંગ ૩.૦૩ કરોડ, વોર્ડ નં. ૧૩ માં ડી. આઇ. પાઇપ લાઇન નેટવર્ક ૧.૭૧ કરોડ, વોર્ડ નં. ૧૦ માં નિર્માણ પામેલ કોમ્યુનીટી હોલ લોકાર્પણ ૧પ.૦૦ કરોડ, ૬ વેકયુમ રોડ સ્વિપીંગ મશીનનું ૪.ર૧ કરોડ, પ૧ મીની ટીપર વાનનું ર.પ૪ કરોડ, તથા મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ) ૪.૦૧ કરોડ, ઘન કચરા વ્યવસ્થાપન અર્થે ૩ રેફયુઝી કોમ્પેકટરનું ૧.ર૩ કરોડ, ટી. પી. ૧૦ ના ૧૮ મી. અને ૧ર મી. રોડ ૮.૦૪ કરોડ, વાવડીથી કાંગશીયાળીના બીટયુમિનસ રોડ ૧.૯૩ કરોડ, હાઇલેવલ બ્રિજનું ખાતમુર્હૂત ૦.ર૩ કરોડ સહિત કુલ પ૯૧.૭૩ કરોડની વિવિધ પ્રોજેકટનાં લોકાર્પણ - ખાતમુર્હુત કરવામાં આવશે.

(3:49 pm IST)