Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મ્યુ. કોર્પોરેશનને મવડી વિસ્તારમાં ગેરકાયદે દુકાનનું બાંધકામ અટકાવ્યું: નોટીસ

રાજકોટ તા. ૯: શહેરમાં ગેરકાયદેસર બાંધકામો તરફ ફરી એકવાર કોર્પોરેશનની ટી. પી. શાખાએ લાલ આંખ કરી છે. જે અન્વયે શહેરના મવડી વિસ્તારમાં રાતોરાત સુચિતમાં ગેરકાયદેસર ૪ દુકાનનું બાંધકામ શરૂ થતા વેસ્ટ ઝોનની ટી.પી. શાખા દ્વારા આ કામે અટકાવવા નોટીસ ફટકારવામાં આવી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી મળતી માહિતી મુજબ શહેરના વોર્ડ નં. ૧ર માં જલજીત સોસાયટી, રાધે ચોકડી નજીક, મવડી વિસ્તારમાં શામજીભાઇ ટાંક નામના આસામીએ થોડા સમય પૂર્વે ૪ દુકાનોનું બાંધકામ શરૂ કરેલ. આ ગેરકાયદે બાંધકામની ટી.પી. શાખાને ફરીયાદ મળતાજ બાંધકામ અટકાવવા તુરંત નોટીસ ફટકારી દેવામાં આવી છે. નોટીસમાં જણાવ્યું હતું કે, આ ગેરકાયદે બાંધકામ નહીં અટકાવાય તો કોર્પોરેશન તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે.

(3:48 pm IST)