Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

૧૩ લાખના સોનાના દાગીનાની છેતરપીંડીના કેસમાં આરોપીની ત્રણ દિવસની રીમાન્ડ મંજુર

રાજકોટ તા. ૯ : ભકિતનગર પોલીસ સ્ટેશનના છેતરપીડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં આરોપીઓની કોર્ટે ત્રણ દિવસની રીમાન્ડ મંજુર કરી હતી.

આ કામે ફરીયાદીની ટુંકી વિગત એવી છ કે શહેરના કેનાલ રોડ પર આવેલ કુંભારવાડામાં રહેતા મજીબુલ સુફુરઅલી મલીક નામના બંગાળી સોની કારીગરની આરોપી સંજય કનુભાઇ લોઢીયા સોનાના વેપારીએ આરોપી કીરીટ પ્રભુાસ ફીચડીયા સાથે ઓળખાણ કરાવેલ હતી ત્યારબાદ સોનાના કારીગરને સોનાના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો, જે દાગીના તૈયાર હોય તા. ૩૧/૮/ર૦૧૯ ના રોજ આરોપી કીરીટે મોજીબુલ મલીક પાસેથી મેળવી લીધેલ હા. જે દાગીના આશરે ૪૧પ ગ્રામ એટલે કે આશરે તેર લાખની કિંમતના દાગીના અન્ય વેપારીઓને બતાવવા માટે આરોપી લઇ ગયેલ અને પૈસા પોતે પછી આપી દેશે એમ જણાવીને ફરીયાદીને વિશ્વાસમાં લીધા બાદ સોનાના દાગીના કે તેના રૂપિયા ફરીયાદીને ન આપીને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલી જે અંગે ભકિતનગર પોલીસે ફરીયાદી નોંધ પી.એસ.આઇ.પી.બી.જેબલીયાએ આરોપી કિરીટભાઇ પ્રભુદાસ ફીચડીયાની ધરપકડ કરેલ અને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરેલ.

જેમાં ઉભય પક્ષોની રજુઆત તેમજ મુળ ફરીયાદી તરફ થયેલ લેખીત રજુઆત ધ્યાને લઇને રાજકોટ એડી.ચીફ જયુ.મેજી.શ્રી રાજપુતે આરોપી કીરીટભાઇના ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરેલા હતા.

આ કામે સરકારી વકિલ એચ.ડી.ચૌધરી તથા મુળ ફરીયાદી વતી વકીલ રૂપરાજસિહ પરમાર, કુલદિપસિંહ જાડેજા, અજીભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયેલ હતા.

 

(3:47 pm IST)