Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ફેબ્રુઆરીમાં ઇન્ટરનેશનલ ટ્રેડ શો

દેશ વિદેશના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ આવશે : ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી આયોજન

રાજકોટ તા. ૯ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન ઇન્ટરનેશનલ ટ્રેડ શો નું આયોજન કરાયુ છે.

એસ.વી.યુ.એમ. દ્વારા છેલ્લા પ વર્ષથી આવા આયોજનો કરવામાં આવે છે. ત્યારે તેના ફળસ્વરૂપે ફરી આ આયોજન થયુ છે. જેમાં દેશ વિદેશના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડાશે.

''SVUM 2020'' ઇન્ટરનેશનલ ટ્રેડ શો નું ઉદ્દઘાટન કરવા માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. તેઓને પાઠવાયેલ પત્રમાં કેટલાક સુચનો પણ કરેલ છે. જેમ કે લઘુ ઉદ્યોગોને એમડીએ સ્કીમ હેઠળ જે સબસીડી પ્રદર્શનમાં ભાગ લેવા અપાય છે તેના નિયમો હળવા કરવા જરૂરી છે. રાજકોટમાંૅ વર્ષમાં આવા ૧૦ પ્રદર્શનો યોજાતા હોય એન.એસ.આઇ.સી. મેદાનમાં એક પ્રદર્શન હોય તૈયાર કરવાની જરૂર છે. વિદેશોમાં મેક ઇન ઇન્ડિયા મોલ શરૂ કરવા પણ સુચન કરેલ છે.

સરકાર રચનાત્મક અને પરીણામલક્ષી કાર્યો માટે સહયોગી બને તેવી અંતમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા (ફોન ૦૨૮૧ ૨૪૮૧૧૧૮) એ રજુઆત કરી છે.

(1:17 pm IST)