Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પ્રૌઢે સામુહિક આપઘાતનો વિડીયો વાયરલ કર્યોઃ બુટલેગર મહિલા અને ભત્રીજો સકંજામાં

સામુહિક આપઘાતની ચિમકી સાથે વિડીયો વાયરલ કર્યો, પોલીસે તાકીદે કાર્યવાહી કરતાં પોલીસ મથકે પહોંચી હવે આવા વિડીયો વાયરલ નહિ કરે તેવું કહી માફી માંગીઃ આજી નદીકાંઠે બાપા સિતારામનગરમાં રહેતાં ભરતભાઇ કોળીની ફરિયાદ પરથી સાહિલ માનસુરીયા અને તેના ફઇ કંચન વાઘેલા સામે થોરાળા પોલીસની કાર્યવાહીઃ ભરતભાઇએ વિડીયોમાં કહ્યું-અમારા આપઘાત પાછળ બુટલેગર મહિલા, થોરાળા પોલીસ અને પોલીસ કમિશનર જવાબદાર ગણાશે!

રાજકોટ તા. ૯: થોરાળા વિસ્તારમાં આજી નદી કાંઠે બાપા સિતારામનગર-૨માં સાધુ સમાધી રોડ પર રહેતાં અન ેધુળ ધોવાની મજૂરી કરી ગુજરાન ચલાવતાં ભરતભાઇ હકુભાઇ અગેચાણીયા (ઉ.૫૦) નામના કોળી પ્રૌઢે ગઇકાલે પોતાના પત્નિ અને બાળકો સાથે બેસી પોતાને બુટલેગર કંચનબેન અને તેના ભત્રીજા સાહિલનો અસહ્ય ત્રાસ હોઇ અને આ બંને વિરૂધ્ધ થોરાળા પોલીસ તથા ખુદ પોલીસ કમિશનરને લેખિત અરજીઓ કરી હોવા છતાં વીસ દિવસથી કોઇ કાર્યવાહી નહિ થતાં હવે પોતે સામુહિક આપઘાત કરી લેશે તેવી ચિમકી ઉચ્ચારતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે ભરતભાઇ અને તેના પરિવારજનોને પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધી તાકીદે કાર્યવાહી કરી એકની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ મથકે પહોંચ્યા પછી ભરતભાઇએ પોતે પોલીસની કામગીરીથી ખુશ હોવાનું અને હવે પછી આવા વિડીયો વાયરલ નહિ કરે તેમજ જ્ઞાતિ આગેવાનો કે પોલીસને જાણ કરશે તેમ કહી માફી માંગી હતી. આ વિડીયો પણ વાયરલ થયો હતો. થોરાળા પોલીસે આ બનાવમાં ભરતભાઇની ફરિયાદ પરથી કંચનબેન અશોકભાઇ ગોહેલ  (કોળી) તથા તેના ભત્રીજા સાહિલ ગોપાલભાઇ માનસુરીયા (કોળી) (ઉ.૧૯-રહે. બાપા સિતારામનગર-૨) સામે ગુનો નોંધી સાહિલને સકંજામાં લઇ લીધો હતો.

ભરતભાઇએ વિડીયોમાંજણાવ્યું હતું કે મારા પડોશી કંચનબેન અને તેનો ભત્રીજો સાહિલ દેશી દારૂનો ધંધો કરે છે અને મારા ઘરના ડેલા પાસે જ બેસી દારૂ વેંચે છે અને ઘરના ફળીયામાં કોથળીઓ ફેંકે છે. આ બાબતે તા. ૨/૯ના રોજ થોરાળા પોલીસને અને ૬/૯ના રોજ ખુદ પોલીસ કમિશનરને અરજીઓ કરી હતી. છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. હવે હું સામુહિક આપઘાત કરીશ તો તેના માટે કંચનબેન, તેનો ભત્રીજો તથા થોરાળા પોલીસ અને પોલીસ કમિશનર જવાબદાર ગણાશે.

પોલીસ ફરિયાદમાં ભરતભાઇએ કહ્યું હતું કે કંચનબેન અને તેનો ભત્રીજો અમારા ઘર પાસે દારૂ વેંચતા હોઇ ગ્રાહકો અમારા ઘરના ડેલા ખખડાવે છે. નાના બાળકો ઘરમાં હોઇ કંચનબેનને આવા ધંધા બંધ કરવાનું કહેવા જતાં તેણે અને તેના ભત્રીજા સાહિલે તા. ૫ના રોજ છરી-લાકડી સાથે આવી હુમલો કર્યો હતો. સાહિલે મારા ફઇને શું કામ હેરાન કરો છો, એ દારૂનો ધંધો કરે તેમાં તને શું વાંધો છે? તેમ કહી ધમકી આપી હતી.

પી.એસ.આઇ. આર.એમ. કોટવાલ અને એએસઆઇ બી. જે. જાડેજા સહિતે સાહિલની ધરપકડ કરી આકરી કાર્યવાહી કરી હતી. તેની ફઇની ધરપકડની તજવીજ થઇ રહી છે.

(1:16 pm IST)
  • કચ્છ અને અડધા સૌરાષ્ટ્ર ઉપર બપોર પછી ૪.૩૦ આસપાસ લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ઘટાટોપ વાદળાના ખડકલા જોવા મળે છે. મોરબી ટંકારા ધ્રોલ પંથકમાં અનરાધાર વરસાદ અને વીજળીના લબકરા જોવા મળે છે. access_time 5:52 pm IST

  • ભાવનગર : કુંભારવાડા અંડરબ્રિજમાં ભરાયા પાણી: અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી: અંડરબ્રિજ કુંભારવાડામાંથી આવવા જવાનો એક માત્ર રસ્તો :વારંવાર રેલવે ક્રોસિંગ બંધ થતા ટ્રાફિકથી લોકો પરેશાન access_time 10:57 pm IST

  • બપોરે ૧ર થી ર વચ્ચે કોડીનાર, કંડોરણા, સોનગઢ, બારડોલી, ખંભાતમાં ૧ થી ૧II ઇંચ : આજે પણ ૧૦૩ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી : સવારથી બપોર સુધીમાં સોનગઢ, ખગ્રામ (નવસારી), આહવામાં ચાર-ચાર ઇંચ : વધઇ-ડોલવણમાં ત્રણ-ત્રણ ઇંચ access_time 3:48 pm IST