Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મેટોડા જીઆઇડીસીમાં મુસ્લીમ મહિલાની હત્યામાં વોન્ટેડ જાગુ ભાંભોર પકડાયો

બે વર્ષથી વોન્ટેડ જાગુ પડધરી પંથકમાં આવતા જ પેરોલ ફેલો સ્કવોડે દબોચી લીધો

રાજકોટ તા.૩: લોધીકા પોલીસ સ્ટેશનના મેટોડા જીઆઇડીસી ખાતે વ્રજભુમી એપાર્ટમેન્ટમા થયેલ મુસ્લિમ મહિલાના ચકચારી ખૂન કેસના નાસતા-ફરતા આરોપીને રૂરક પેરોલ ફેલો સ્કવોડે દબોચી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ તથા જામીન મંજૂર કરાવી રજા ઉપરથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના તેમજ માર્ગદર્શન આપતા ઇ.ચા.પો.સ.ઇ. એન વી હરિયાણી, પેરોલ ફલો સ્કોડ, રાજકોટ ગ્રામ્યનાઓ સાથે Asi મહમદરફીકભાઇ ચૌહાણ, UHC પ્રભાતસિંહ કે પરમાર, UPC કરસનભાઇ કલોતરા, UHC મહેન્દ્રસિંહ સોલંકી, UHC વીરરાજભાઇ ધાધલ, APC વિનયભાઇ રાજપુત, APC રવિરાજસિંહ વાળા તથા APC ભાવેશભાઇ એલ.સી.બી. (ટેકનીકલ સેલ) નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીની બાતમી આધારે લોધિકા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં. ૨૪/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૦૨,૪૫૨,૧૨૦B,૩૪,g.p.act-૧૩૮ વિ..મુજબના ગુનાના કામે મર્ડર કરી નાસતો ફરતો આરોપી જાગુભાઇ પાંગળાભાઇ ભાંભોર જાતે આદિવાસી,ઉમર ૨૪, ધંધો મજુરી, રહે, હાલ-છેલ્લીઘોડી, તાલુકો-પડધરી, મૂળ રહે ઢોલીઆવાળ, તાલુકો-રાણપુર, જિલ્લો-જામ્બુવા,મધ્ય પ્રદેશ, વાળો મુસ્લિમ મહિલાનું મર્ડર કરી ગુનો આચરી મેટોડા તથા પડધરી વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળતા તેને દબોચી લઇ લોધીકા પોલીસના હવાલે કરાયો હતો.

(1:15 pm IST)