Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કિસાન ક્રેડિટ કાર્ડ માટે અભિયાનઃ સંપત્તિ ગીરવે મૂકયા વિના ધિરાણ

કાર્ડ કઢાવવાની પદ્ધતિનું સરળીકરણઃ ખેડૂતો જમીનનો દાખલો, ઓળખકાર્ડ અને ૩ ફોટા લઈને પહોંચી જાય એટલે કામ પુરૂ

રાજકોટ, તા. ૯ :. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ ખેડૂતો માટેની કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું અભિયાન શરૂ કરાયાનંુ જણાવ્યુ હતુ. તેમના કહેવા મુજબ આ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા ઘણી સરળ કરી દેવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડના આધારે ખેડૂતોને દર વર્ષે રૂ. ૧.૬૦ લાખનું ધિરાણ પોતાની પ્રોપર્ટી ગીરવે મુકયા વગર મળવા પાત્ર છે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળે છે.

શ્રી રૂપાલાએ જણાવેલ કે મોદી સરકારે જે રીતે જનધન ખાતા ખોલવા માટે અભિયાન ઉપાડેલ તે જ રીતે ૧૦૦ ટકા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે અભિયાન ચાલુ છે. ખેડૂતો જમીનનો દાખલો, ઓળખકાર્ડ અને ૩ ફોટાના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકે છે. તેના માટે નજીકની જિલ્લા સહકારી બેન્કમાં સંપર્ક કરી શકાય છે. આ કાર્ડ કઢાવવાનું હવે સરળ થઈ ગયુ છે. ખેડૂતોને કાર્ડ અત્યંત ઉપયોગી છે.

કૃષિ મંત્રીએ જણાવેલ કે ટેકાના ભાવની બાબતમાં પણ નરેન્દ્રભાઈની સરકારે ખેડૂતલક્ષી અભિગમ અપનાવ્યો છે. ખેડૂતોને જે તે ખેત ઉપજની પડતર કિંમત હોય તેના કરતા દોઢ ઘણો ભા વ ગણવાની પદ્ધતિ નક્કી થઈ ગઈ છે.

(11:54 am IST)