Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઇઝિંગનો આઠમાં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ ''કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી'' આ ઉકિતને સાર્થક કરતા ક્રિએટ ઇન્ડિયા એડ પરિવારના નિર્ભય જોશી, પ્રશાંત જોશી, મૌલિક જોશી એ સાત વર્ષ પહેલા જોયેલા સ્વપ્નને હકીકતમાં તબદીલ કર્યું છે.

સામાન્ય મધ્યમ વર્ગ પરિવારમાંથી આવીને એડવર્ટાઇઝિંગ અને મીડિયા ક્ષેત્રે જંપલવ્યા બાદ અનેક મુશ્કેલીઓનો સામનો કરી આફતને અવસર બનાવી ક્રિએટ ઇન્ડિયા એડ. એ મીડિયા ક્ષેત્રે બ્રાન્ડ બનીને ઉભરી આવી છે, હાલની તકે ક્રિએટ ઇન્ડિયા એડ સાથે જોડાયેલા કલાઈન્ટ બ્રાન્ડ સાથે કામ કરવાનું હંમેશા ગર્વ અનુભવતા હોય છે.

ક્રિએટ ઇન્ડિયા એડના સલાહકાર માર્ગદર્શક દીર્ઘદ્રષ્ટિ તેમજ પ્રશાંત જોશી  અને મૌલિક જોશી ની સર્જનભકતા, પ્રબળ મેનેજમેન્ટ અને ગ્રાહકને તેમના રોકાણ સામે વધુ વળતર આપવા માટે કટિબદ્ધતા થકી જ ક્રિએટ ઇન્ડિયા પરિવાર આજે ટૂંકા સમયમાં સફળતા તરફ હરણફાળ ભરી શક્યું છે.

માત્ર ધંધા વ્યવસાય જ નહીં પરંતુ જરૃરિયાત મંદ લોકોની મદદ કરવામાં પણ ક્રિએટ ઇન્ડિયા હંમેશા અગ્રેસર હોય છે તેમની માનવસેવાની પદ્ધતિમાં ફૂટ પેકેટ વિતરણ ચપ્પલ વિતરણ ધાબળા વિતરણ સર્જીકલ સાધનો વિતરણ જેવી અનેક લોકો ઉપયોગી  પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ક્રિએટ ઇન્ડિયા એડવર્ટાઈઝિંગની કાર્યપ્રણાલી બદલતા સમયની સાથે કદમ મિલાવવા ઉપરાંત તેમને ઉત્કૃષ્ટ રૃપે પ્રસિદ્ધિ આપીને સફળતા ક્ષિતિજો ઓળંગી રહ્યા છે જે આજે ૭ વર્ષમાં પ્રારંભે તેની સફળતાનો યશ અને શ્રેય તેના સહભાગી થયેલા તમામના ફાળે પ્રદાન કરે છે. વધુ માહિતી માટે ક્રિએટ ઇન્ડિયા કસ્ટમર કેર ૭૨૧૧૧૨૧૧૨૧, ૮૧૫૪૦ ૦૦૭૮૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.(

(4:29 pm IST)