Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

બાળ ગોપી–કિશને આબેહુબ અભિનયથી બનાવ્યો ભકિતમય માહોલઃ વિજેતાઓને ઇનામ

 

રાજકોટઃ ગત રવિવારના રોજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપક્રમે અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ પેડક રોડ ખાતે ગોપી–કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ર્ધામાં ભાગ લીધો હતો. વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તથા દુર્ગાવાહીની દ્વારા સંયુકત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના કન્વીનર કેતનભાઇ પટેલ (વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ) દ્વારા સુપેરે કરાયેલ આયોજનમાં મોટી સંખ્યામાં બાળકો શ્રીકૃષ્ણ તથા બાલીકઓએ ગોપીનારૃપે સાજ–સણગાર ધારણ કર્યા હતાં. કાર્યક્રમની શરૃઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિઝન સ્કુલના બાળકો દ્વારા ગણેશ વંદના કરવામાં આવી હતી.

આ તકે સર્વશ્રી ડો.પ્રદિપ ડવ તથા સમિતિના શૉતુભાઇ રૃપારેલીયા, હસુભાઇ ચંદારાણા, રાજુ જંુજા, નિતેશભાઇ કથીરીયા, પરેશ પોપટ, વિનુભાઇ ટીલાવત, દલસુખભાઇ જાગાણી, રમેશ પરમાર, અશ્વિનભાઇ મોલીયા, મુકેશભાઇ રાદડીયા, રાજદિપસિંંહ જાડેજા, તીર્થરાજસિંહ ગોહીલ સુનિલ ટેકવાણી, હિમાંશુ પંજવાણી વિઝન સ્કૂલના કેતનભાઇ રબારી દ્વારા દિપ પ્રાગટય કરાયુ હતું. ત્યારબાદ સ્પર્ધકો દ્વારા પોતાની વેશભુષા પ્રસ્તુત કરી હતી.

આ વખતની ગોપી–કિશન સ્પર્ધામાં અલગ–અલગ ૩ ગ્રુપ પાડવામાં આવ્યા હતાં જેમાં ગ્રુપ એ ૨થી ૫ વર્ષની ઉઁમરના, ગ્રુપ–બીમાં ૬થી ૯ વર્ષની ઉમૅરના તથા ગ્રુપ–સીમાં ૧૦થી ૧૨ વર્ષની ઉમંર સુધીના બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ અલગ–અલગ કેટેગરી વાઇસ બાળકોએ સ્ટેજ ઉપર આવીને પોતાની સૈલીમૉ, કાલીઘેલી ભાષામાં પોતાને આપવામાં આવેલા વાકયો કે સુત્રોનું પઠન કર્યુ હતું.

વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો, શિલ્ડ, પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા કરવામાં આવી હતી.

સ્પર્ધાને સફળ બનાવવા માટે સ્પર્ધાના સંયોજક વિઝન સ્કુલના શ્રી કેતનભાઇ પટેલ, સહસંયોજક રમાબેન હેરભા તથા સ્પર્ધાના ઇન્ચાર્જ સુશીલભાઇ પાંભરએ જહેમત ઉઠાવી હતી. તમામ બાળકોને ગોપી–કિશનમાં ભાગ લેવા બદલ કરી નંબર મેળવેલ છે તેઓને સમિતિ વતી ધર્માધ્યક્ષ શ્રી નરેન્દ્રબાપુ તથા વિ.હિ.પ. ના માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, શાંતુભાઇ રૃપારેલીયા, હસુભાઇ ચંદારાણા, ૃસમિતિના અધ્યક્ષ ધર્મેશભાઇ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તીર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઇ બેચરા, મહામંત્રી નિતેશભાઇ કથીરીયા, સહમંત્રી રાહુલભાઇ જાની, સુશીલભાઇ પાંભર, કોષાધ્યક્ષ વિનુભાઇ ટીલાવત, કાર્યાલય મંત્રી નાનજીભાઇ શાખ તથા સહમંત્રી જગદીશભાઇ અગ્રાવત વિગેરે અભિનંૅદન આપ્યા હતા તેમ મીડીયા ઇન્ચાર્જ પારસ શેઠ જણાવે છે. (૪૦.૧૦)

ગોપી–કિશન હરીફાઇના વિજેતાઓ

ગ્રુપ–એ

વિજેતા         ગોપી   કિશન

પ્રથમ   બાવળીયા કિંજલ       સોરઠીયા આરવ

પ્રથમ   વટવેલીયા આસ્થા      ચાવડા વેદ

દ્વિતીય  ડોબરીયા ધ્યાની       જોશી કાવ્ય

દ્વિતીય  કોરાણી વિધી   મુલીયાણા આર્યન

તૃતીય  શર્મા રિધ્ધિકા   સાવલીયા હીત

તૃતીય  રાઠોડ વૃંદા             કાકીયા વેદ

પ્રોત્સાહન પીપળીયા કાવ્યા      અમરેલીયા વેદ

પ્રોત્સાહન ઢોલરીયા સંસ્કૃતિ     બાવરીયા જય

પ્રોત્સાહન વઘાસીયા મીશ્વા       કોળી જયદિપ

પ્રોત્સાહન ધુત જીજ્ઞાશા  પીત્રોડા ભવ્ય

પ્રોત્સાહન ગુરસીમરન હેતલ    હાપલીયા ક્રિસીવ

પ્રોત્સાહન લીંબાસીયા આયુષી

ગ્રુપ–બી

વિજેતા         ગોપી   કિશન

પ્રથમ   મચ્છર આરચી  પરમાર જયસન

પ્રથમ   ચુડાસમા ગાયત્રીબા     લીંબાસીયા યુગ

દ્વિતીય  મકવાણા ક્રિશા  લીયા કુંજ

દ્વિતીય  સોલંકી શ્રધ્ધા   સુરાણી જયનમ

તૃતીય  પઢીયાર ખુશી  કાકડીયા ધ્રુવીલ

તૃતીય  ચૌહાણ યશવી  નંદાણીયા મૈત્રી

પ્રોત્સાહન કેરાળીયા સિધ્ધિ      આડેસરા પ્રીત

પ્રોત્સાહન ગોડવૈષ્ણવ નવ્યા     ઉજરીયા સૌર્ય

પ્રોત્સાહન પાનેલીયા વંશી       ઝાલા સિધ્ધાર્થ

પ્રોત્સાહન ગોહેલ ક્રિશા  સગપરીયા ચૈતન્ય

પ્રોત્સાહન ઝાખલીયા તૃષા       ચૌહાણ અભય

પ્રોત્સાહન જાદવ કંકુ    પીત્રોડા શુભમ

પ્રોત્સાહન કગથરા ધ્રુવી ચૌહાણ રામ

પ્રોત્સાહન કગથરા ફેયા પરસાણા નીર

પ્રોત્સાહન સરીયા વિશ્વા ગોરવાડીયા અનન્યા

પ્રોત્સાહન ચૌહાણ ધ્રુવા  ઉતેરીયા નવદિપ

 

ગ્રુપ–સી

વિજેતા         ગોપી           કિશન

પ્રથમ   જોટાણીયા કીર્તિ         પારેખ રીશીત

પ્રથમ   મોટવાણી જાનવી       જયેશ્વાલ વિહાન

દ્વિતીય ઉપાધ્યાય હીર  ચૌહાણ શીવ

દ્વિતીય સોલંકી ધરતી   દેસરાણી જય

તૃતીય  કાછેલા ગુંજન   સોલંકી શીવાક્ષી

તૃતીય મોલીયા ઇચ્છા   તન્ના સમર્થ

પ્રોત્સાહન પટોડીયા આસ્થા      ગુંદણીયા દિપ

પ્રોત્સાહન શેઠ નીયતી   સોલંકી સ્મીત

પ્રોત્સાહન ભડીયાદ્રા પાયલ      દસાડીયા હીર

પ્રોત્સાહન ટુંડીયા વેદાંશી        જોગરાણા નયન

પ્રોત્સાહન દાવડા હરીતા ચૌહાણ વંશ

પ્રોત્સાહન શર્મા શ્રેયા    વાઢેર રણવીરસિંહ

(4:14 pm IST)