Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગાંધીગ્રામના પી.આઈ. અને સી.સી.ટી.વી.ફુટેજ સાથે અદાલતમાં હાજર થવા ફરમાન

મુદ્દામાલ સોંપી આપવાના કોર્ટના હુકમની અવહેલના કરી મુદ્દામાલ બદલી નાખી માથે જતા ફરીયાદપક્ષને માર મારી જજ તથા વકીલ વિષે ખરાબ બોલનાર વિરૂધ્‍ધની ફરીયાદ અન્‍વયે

રાજકોટઃ જાનકી ઓઈલ મીલના નામે મીની સીંગતેલના મેન્‍યુફેક્‍ચરીગનો ધંધો કરતા ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ ભાગીયા પાસેથી અલ્‍પેશ પરમાર નામના વ્‍યકિતએ ૩૬ ડબ્‍બા સીંગતેલ ખરીદી રકમ ન ચુકવતા ગાંધીગ્રામ પો. સ્‍ટે. માં નાંધાયેલ ફરીયાદના કામે કબ્‍જે થયેલ સીંગતેલના ૩૪ ડબ્‍બા ફરીયાદીના ભાઈએ કોટમાંથી મુદામાલ તરીકે પરત માગતા તે અન્‍વયે થયેલ હુકમ મુજબ મુદામાલ મેળવવા ગાંધીગ્રામ પો. સ્‍ટે. જતા સીંગતેલના ૩૪ ડબ્‍બા મુદામાલ પરત મળી ગયાના કાગળોમાં સહીઓ લેવડાવી બાદ મુદામાલ બતાવતા સીંગતેલના ડબ્‍બાની જગ્‍યાએ કપાસીયા તેલના ડબ્‍બા લેવા મુદામાલની માંગણી કરનારે ઈન્‍કાર કરી પુરાવા સ્‍વરૂપે મોબાઈલથી શુટીંગ કરતા તેઓને પોલીસ સ્‍ટેશનમાં ઉપરના ભાગે લઈ જઈ ચંદ્રકાંતભાઈને તથા હિતેષભાઈને બેફામ માર મારી વકીલ તથા જજ વિષે ખુબજ ખરાબ શબ્‍દો બોલી મુદામાલ જે છે તે લઈ જવા ફરજ પાડનાર જવાબદાર પોલીસ વીરૂધ્‍ધ હીતેષભાઈ ભાગીયાએ અદાલતને ફરીયાદ આપતા વિગતવારની હકીકતો નોંધી ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના ગ્રાઉન્‍ડ ફ્‌લોર, સેકન્‍ડ ફલોર તથા ડી-સ્‍ટાફ રૂમના બપોરના ૩:૩૦ થી સાંજના ૭:૩૦ સુધીના સી.સી.ટી.વી. ફુટેજ સાથે પોલીસ સ્‍ટેશનના ઈન્‍સપેકટરને અદાલતમાં હાજર થવા અદાલતે નોટીસ કરતા પોલીસ બેડામાં તથા કોર્ટ પરીસરમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

 બનાવની હકીકત જોઈએ તો ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં તા.૦૫/૦૭/૨૦૨૨ના ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ અન્‍વયે ફરીયાદી રોહીત જાદવજીભાઈ ભાગીયાએ એક સફેદ સેન્‍ટ્રો કારવાળા સંજય પટેલ વીરૂધ્‍ધ ૩૪ ડબ્‍બા સીંગતેલના મેળવી પેમેન્‍ટ ન કરી રકમ રૂ.૯૪,૮૭૦ની છેતરપીંડી તથા વિશ્વાઘાત કર્યાની નોંધાવેલ ફરીયાદના તપાસના કામે આરોપીએ પોતાનું સંજય પટેલ ખોટુ નામ આપ્‍યાનું અને તે અલ્‍પેશ પરમાર હોવાનું ખુલવા પામતા તેઓની ધરપકડ કરવામાં આવેલ અને મુદામાલ તરીકે ૩૪ સીંગતેલના ડબ્‍બા કબ્‍જે કરવામાં આવેલ જે મુદામાલ પરત મેળવવા ફરીયાદી રોહીતભાઈના ભાઈ ચંદ્રકાંતભાઈ ભાગીયાએ અદાલતમાં મુદામાલ પરત મેળવવા કરેલ અરજી અદાલતે ગ્રાહય રાખતા તે મુદામાલ પરત મેળવવા હિતેષભાઈ ભાગીયા તથા ચંદ્રકાંતભાઈ ભાગીયા ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશને જતા મુદામાલ પરત સોંપ્‍યાના કાગળોમાં સહીઓ કરાવી લઈ બાદમાં બતાવેલ મુદામાલ સીંગતેલના ડબ્‍બાની જગ્‍યાએ કપાસીયા તેલના ડબ્‍બા હોય તેવો પુરાવો રાખવા હિતેષભાઈ ભાગીયાએ મોબાઈલથી ડબ્‍બાનું શુટીંગ કરી મુદામાલ સ્‍વીકારવા ઈન્‍કાર કરતા બંનેને પોલીસ સ્‍ટેશનમાં ઉપર ડીસ્‍ટાફના રૂમમાં લઈ જઈ જવાબદાર પોલીસવાળાઓએ બેફામ ગાળાગાળી કરી ‘જજ અને વકીલની હવામાં રહેતો નહી, કેમ કોર્ટમાં ઉડ- ઉડ કરતો હતો, તુ મને ઓળખતો નથી, જજ અને વકીલ બંનેના કાળા કોટ ઉતરાવી ' દઈશ, છું કંઈ જજ કે કોર્ટના બાપનો નોકર નથી, હું બહુ ખતરનાક છુ, તને અને તારા પરીવારને જીવવા નહી દવૅ તેમ કહી બેફામ માર મારી બાદ ધમકી આપેલ કે ‘માર માર્યા અંગે તથા ગોંધી રાખ્‍યા અંગે બહાર કોઈને કીધુ છે તો તને જાનથી મારી નાખશી'તેવી ધમકી આપી અરજદારનો ન હતો તે મુદામાલ લઈ જવા ફરજ પાડી આચરેલ ગુન્‍હા અન્‍વયે હિતેષ જાદવજીભાઈ ભાગીયાએ રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી. સાહેબની કોટમાં લેખીત ફરીયાદ આપેલ.

 ઉપરોકત ફરીયાદના કામે અદાલતનું ધ્‍યાન દોરવામાં આવેલ કે મુદામાલ અરજી વખતે વારંવારની યાદીઓ છતા પોલીસ સ્‍ટેશન ધ્‍વારા મુદામાલ સબંધે સમયસર નોટીસ ન બજાવવામાં ન આવતા અદાલત દ્વારા આવી હકીકતો ચલાવી લેવામાં નહી આવે તેવી કરેલ ટકોરનો ખાર રાખી વકીલ તથા જજ બંને વીરૂધ્‍ધ ન્‍યાયતંત્રની ગરીમા ઘવાય તેવા રાજય સેવક ધ્‍વારા ઉચ્‍ચારેલ શબ્‍દો કોઈજ સંજોગોમાં શાખી ન લેવાય, મુદામાલ બદલી નાખેલનો પુરાવો મોબાઈલ શુટીંગ એકજ વીકલ્‍પ હોય અને અદાલત સમક્ષ પુરાવા સીવાય વાત થઈ શકતી ન હોય ત્‍યારે સબંધીત પોલીસ દ્વારા ફરીયાદપક્ષને બેરહેમીથી માર મારી બળજબરીથી ઈચ્‍છા વીરૂધ્‍ધ મોબાઈલ ઝુંટવી લઈ લોક ખોલાવી વીડીયો ડીલીટ કરી નાખી રાજય સેવક ધ્‍વારા જ પુરાવાનો નાશ કરેલ હોય તેને હળવાશથી લઈ શકાય નહી વિગેરે કરેલ રજુઆતો, ફરીયાદની હકીકતો તથા માર માર્યા સબંધેના રજુ રાખેલ ફોટોગ્રાફસની વિગતો લક્ષે લઈ બનાવની બાબતને ગંભીરતાથી લઈ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના ગ્રાઉન્‍ડ ફ્‌લોર, સેકન્‍ડ ફ્‌લોર તથા ડી-સ્‍ટાફ રૂમના બપોરના ૩:૩૦ થી સાંજના ૭:૩૦ સુધીના સી.સી.ટી.વી. ફટેજ સાથે પોલીસ સ્‍ટેશનના ઈન્‍સપેકટરને અદાલતમાં હાજર થવા અદાલતે નોટીસ કરતા પોલીસ બેડામાં તથા કોર્ટ પરીસરમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

 ઉપરોકત કામના ફરીયાદો હિતેષભાઈ ભાગીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા, કિશન માંડલીયા રોકાયેલ હતા.

(4:08 pm IST)