Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દિપકે દારૂ પી પોલીસને ફોન કર્યો કે એક ઘરમાં દારૂ છે, દરોડો પડતાં શૈલેષ પાઉચ સાથે પકડાયો

કોઠારીયા રોડ ઘનશ્‍યામનગર આંબેડકર ભવન પાછળ દરોડો : ભક્‍તિનગર પોલીસે બે ગુના નોંધી બંને સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૯: કોઠારીયા રોડ ઘનશ્‍યામનગર આંબેડકરભવન પાછળના મકાનમાં દારૂ હોવાનો કન્‍ટ્રોલ રૂમમાં ફોન આવતા ભક્‍તિનગર પોલીસે દરોડો પાડતાં એક શખ્‍સ એ મકાન પાસેથી નશો કરેલો મળ્‍યો હતો અને દારૂનો ફોન પોતે જ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં કર્યાનું કહેતાં પોલીસે બાતમી મુજબના ઘરમાં જડતી કરતાં અંદરથી એક શખ્‍સ ૧૮૦ મી.લી. દારૂના ૪૬ પાઉચ સાથે પકડાયો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કન્‍ટ્રોલ રૂમ પરથી મળેલી માહિતીને આધારે ઘન્‍શ્‍યામનગરમાં મકાન પાસે જઇ તપાસ કરતાં એક શખ્‍સ મળ્‍યો હતો. તેના મોઢામાંથી ગંધ આવતી હોઇ પુછતાછ કરતાં પોતાનું નામ દિપક જીતેન્‍દ્રભાઇ વાઘેલા (ઉ.૩૫-રહે. બેડી ચોકડી પાસે નકલંક પાર્ક-૧) જણાવ્‍યું હતું. તે નશો કરેલી હાલતમાં હોઇ  તેની સામે ગુનો નોંધાયો હતો. તેમજ  ઘરમાં દારૂ હોવાનો ફોન પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં પોતે જ કર્યાનું દિપકે કહ્યું હતું.

પોલીસે મકાનમાં તપાસ કરતાં અંદર આવેલી ઓરડીમાંથી પ્‍લાસ્‍ટીકની કોથળીમાંથી ઇંગ્‍લીશ દારૂના ૧૮૦ મી.લી.ના ૪૬ પાઉચ રૂા. ૪૬૦૦ના મળતાં તે કબ્‍જે કરી આ દારૂ અહિ રાખનજાર  સંજય ઉર્ફ શૈલેષ ગોવિંદભાઇ સિંધવ (ઉ.૩૮-રહે. મહાત્‍મા ગાંધી સોસાયટી, કોઠારીયા રોડ) વિરૂધ્‍ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.  શૈલેષે પોતાનું આ મકાન અન્‍યને ભાડેથી આપ્‍યું છે. પણ એક ઓરડીમાં પોતે દારૂ રાખતો હતો.

 જણાવ્‍યું હતું.  આ શખ્‍સ હસ્‍તકના મકાનમાં દારૂ હોવાનો કોલ મળ્‍યો હોઇ ઘરની જડતી લેતાં ના મકાનમાં ભક્‍તિનગર પોલીસે દરોડો પાડી રૂા. ૪૬૦૦ના દારૂના ૧૮૦ એમએલીના ૪૬ પાઉચ કબ્‍જે કર્યા હતાં. સંજય ઘરમાં ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. રાયજાદા, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ સહિતના સ્‍ટાફે આ કામગીરી કરી હતી.

આ કામગીરી ભક્‍તિનગર પોલીસ મથકની ટીમના સંજયભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, વિશાલભાઇ દવે, પુષ્‍પરાજસિંહ ગોહિલ, અરવિંદભાઇ ફતેપરા સહિતની ટીમ પીઆઇ એલ. એલ. ચાવડા અને પીએસઆઇ એચ. એન. રાયજાદાની રાહબરીમાં પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પોલીસ કન્‍ટ્રોલ રૂમના પીએસઆઇ વી.સી. રંગપરીયાએ આપેલી જાણકારીને આધારે કરી હતી.

(3:56 pm IST)