Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

હસ્તકલા હાટ બોપલનું ઉદ્દઘાટન કરતા જગદીશ વિશ્વકર્મા

રાજકોટ તા. ૮ઃ આંબલી બોપલ ચાર રસ્તા, અમદાવાદ ખાતે ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને માર્કેટીંગ પ્લેટ ફોર્મ પુરુ પાડવા નવ નિર્માણ કાયમી 'હસ્તકલા હાટ બોપલ'નું લકોાર્પણ કરવામાં આવેલ છે.

ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેન્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૃ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશક કરવાનો છે. જે રાજય તથા રાજય બહાર વિવિધ શહેરોમાં તેમજ વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ''અમદાવાદ હાટ'' અને ભૂજ-કચ્છ ખાતે ''ભૂજ હાટ''માં કાયમી ધોરણે કાર્યાન્વીત છે.

'હસ્તકલા હાટ બોપલ'નું ''લોકાર્પણ'' તથા 'રાખી હસ્તકલા હાટ૩, તા. ૬ થી ૧પ દરમ્યાન પ્રદર્શન-જીવંત નિદર્શન સહ વેચાણનું ઉદ્દઘાટન રાજય કક્ષા મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ) કુટિર ઉદ્યોગના હસ્તે કરવા આવેલ. જેમાં રાખી તથા હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના એવોર્ડી કારીગરો સહીત અનેક શ્રેષ્ઠ કલા-કારીગરો, ગુજરાત રાજય શાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ગરવી-ગુર્જરી એમ્પોરીયા તથા ટ્રાયફેડ આ મેળા-પ્રદર્શનમાં ભાગ લીધેલ છે.

ઇન્ડેક્ષ્ટ-સી ના કાર્યવાહક નિયામકશ્રી ડી. એમ. શુકલ, જી.એ.એસ.ના દિશા-સૂચન હેઠળ મેનેજરશ્રી (વર્ગ-૧) આર. એસ. શાહ દ્વારા સૂક્ષ્મસ્તરીય આયોજન અને સંકલનથી કરેલ છે. ઇન્ડેક્ષ્ટ-સીના માધ્યમથી ગુજરાતની હસ્તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવાના આ ''હસ્ત કલાહાટ બોપલ''ની સફળતા માટે શ્રી પ્રવીણ સોલંકી, અઇા.એ.એસ. ચેરમેનશ્રી, ઇન્ડેક્ષ્ટ-સી અને સચિવ ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજન કરેલ છે.

(3:55 pm IST)