Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પીજીવીસીએલ સહિત ચારેય વીજ કંપનીઓને ૧૦માં એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટીંગમાં 'A' પ્લસ ગ્રેડ

રાજકોટ તા. ૯ ઃ રાજ્ય સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓને કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયના ૧૦માં એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટીંગમાં 'એ' પ્લસ ગ્રેન્ડ મળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. વીજ વિતરણ વ્યવસ્થાની શ્રેષ્ઠતામાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ યથાવત રહ્યો છે. ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા ૧૦મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં રાજય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ 'એ' પ્લસ રેટિંગ પ્રાપ્ત કરવાની સિદ્ઘિ મેળવી છે. ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાતની આ ગૌરવ સિદ્ઘિની વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ઊર્જા ક્ષેત્રમાં જે સુધારાત્મક પગલાંઓ લીધા છે તેની ફળશ્રુતિએ રાજયની વીજ વિતરણ કંપનીઓને આ શ્રેષ્ઠતા પ્રાપ્ત થઇ છે કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં સમગ્ર દેશની કુલ ૭૧ વીજ કંપનીઓમાંથી ગુજરાતની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. ઝ્રઞ્સ્ઘ્ન્ અને મધ્ય ગુજરાત વીજ કંપની લી. પ્ઞ્સ્ઘ્ન્ ને પ્રથમ અને બીજો ક્રમ મળ્યો છે.એટલું જ નહિ, ઉત્ત્।ર ગુજરાત વીજ કંપની લિમીટેડ શ્ઞ્સ્ઘ્ન્ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ ભ્ઞ્સ્ઘ્ન્ એ પણ 'એ પ્લસ' રેન્કીંગ મેળવ્યું છે તેમ મંત્રી કનુભાઇ દેસાઇએ ઉમેર્યુ હતુંઆ રેટીંગમાં અત્યાર સુધી સમગ્ર દેશની માત્ર રાજય હસ્તકની વીજ કંપનીઓનો જ સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાત રાજયની વીજ કંપનીઓએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરીને 'એ પ્લસ' રેટિંગ જાળવી રાખ્યો છે. દેશભરની રાજય તેમજ ખાનગી હસ્તકની વીજ વિતરણ કંપનીઓના આ પ્રકારના મૂલ્યાંકનનો અહેવાલ કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાયલ દ્વારા પાવર ફાયનાન્સ કોર્પોરેશન (પીએફસી) તેમજ મિકેન્ઝી એન્ડ કંપનીના સહયોગમાં  તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં જે પરિમાણોના આધારે રેટિંગ નક્કી કરવામાં આવે છે તેમાં ફાયનાન્સીયલ સસ્ટેઇનેબિલીટી, ઓવરઓલ પ્રોફિટીબિલીટી, કેશ પોઝીશન,પર્ફોમન્સ એકસેલન્સ જેમ કે, બીલીંગ એફિશીયન્સી, કલેકશન એફિશીયન્સી, ડીસ્ટ્રીબ્યુશન લોસ, કોર્પોરેટ ગવર્નન્સ, એકસ્ટર્નલ  એન્વાયરમેન્ટ, લોસ ટેકઓવર બાય સ્ટેટ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ ડયૂઝ, ટેરિફ સાયકલ ટાઇમલાઇન, કોસ્ટ એફિશીયન્સી, રેગ્યુલેટરી અને પાવર રીફોર્મસ વગેરે જેવા પરિમાણોનો સમાવેશ થાય છે.

(3:49 pm IST)