Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લાયન્‍સ કલબ રાજકોટ-‘આવકાર'ના પ્રમુખપદે નિરવ ગેવરીયાઃ શપથગ્રહણ સમારોહ

રાજકોટઃ લાયન્‍સ કલબ્‍ઝ ઇન્‍ટરનેશનલ ડીસ્‍ટ્રીકટ-૩ર૩ર/J ની પાંખ ‘લાયન્‍સ કલબ રાજકોટ-આવકાર'નો નવા પદાધિકારીઓનો શપથગ્રહણ સમારોહ હોટલ કાવેરી ખાતે યોજાયેલ. નવનિયુકત પ્રમુખ લા. નિરવ ગેરીયા તથા સેક્રેટરી લા. શબ્‍બીર લોખંડવાલા તથા ટ્રેઝરર લા. સંજય જોષી તથા તેમની ટીમને તેમની જવાબદારી અંગે પાસ્‍ટ ડીસ્‍ટ્રીકટ ગવર્નર  MJF લા. હિતેષ કોઠારી તથા પાસ્‍ટ ડીસ્‍ટ્રીકટ ગવર્નર લા. ભાવના કોઠારીએ શપથ લેવડાવી પદ ઉપર પ્રસ્‍થાપિત કરેલ. સમારોહમાં કી-નોટ સ્‍પીકર તરીકે મોટીવેશનલ સ્‍પીકર પંકજભાઇ સંચાણીયાએ ઓડીયો-વિઝયુઅલ માધ્‍યમ થકી વકતવ્‍ય આપેલ. આ તકે લાયન્‍સ કલબ ઇન્‍ટરનેશનલ-૩ર૩ર-J ના ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપના સમગ્ર ગુજરાત લાયન્‍સના બ્રાન્‍ડ એમ્‍બેસેડર લા. મુકેશભાઇ પંચાસરાએ MJF તથા લા. ભાવનાબેન કોઠારીએ લાયન્‍સ જગતની પ્રતિષ્‍ઠિત MJF ની પદવી ધારણ કરેલ. તેમજ PDG MJF લા. હિતેષભાઇ કોઠારી દ્વારા કલબના સેવાકીય પ્રોજેકટ માટે તથા MJF ની પદવી મેળવવા માટે સહિતના કાર્યો માટે આશરે રૂા. બે લાખ જેવું આર્થિક અનુદાન આપેલ. જરૂરીયાતમંદ છ પરીવારોને અનાજની કીટ આપી સેવાકીય પ્રવૃત્તિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. નીધી ગેરીયા અને ચિંતન પંચાસરાએ સંચાલન કરેલ. આભાર વિધી સંજયભાઇ જોષીએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કલબના સભ્‍યો તથા પુર્વ પ્રમુખો તથા કલબના માર્ગદર્શક ડોલરભાઇ કોઠારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

(3:38 pm IST)