Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજકોટ બનશે સંગીતમય... બોલીવુડના પ્રખ્યાત ગાયકોને લાવશે ''તાલ તરંગ''

''તાલ તરંગ'' સંસ્થામાં સભ્ય પદ મેળવનાર કપલ (બે વ્યકિત) અથવા ગ્રૂપને આખા વર્ષના એક જોવો અને એક ભુલો તેવા અદભૂત ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે : મનગમતી સીટ માટે તાલ - તરંગનું સભ્ય પદ આજે જ મેળવી લ્યોઃ સુદેશ ભોંસલે જેવા દિગ્ગજ કલાકારો તાલ - તરંગ અને ભારતી નાયકના સથવારે રાજકોટ આવી રહ્યા છે : અન્વેષાના સુપર ડુપર હિટ શો પછી 'બોલીવુડ ઇવેન્ટ' ભારતીબેન નાયક પ્રસ્તુત 'તાલ તરંગ' : સંસ્થામાં એક થી એક ચઢિયાતા શો માણવા વહેલા તે પહેલાના ધોરણે આજે જ જોડાવ

શું તમને લતાજીના ગીતો સાંભળવા ગમે કે આશાજીના? કિશોરકુમાર અને રફિસાહેબના ગીતો વિશે શું કહેવું છે? અમિતાભ બચ્ચન પર ફિલ્માવેલા ગીતો લાઇવ સાંભળવા મળે તો? અરે.. બોલીવુડના પ્લેબેક સીંગરોને લાઇવ સાંભળવાની તક મળે તો કેવો જલ્સો પડે? હવે તમારા આ બધા જ પ્રશ્નોનું સમાધાન તમને દ્યરે બેઠા મળવા જઇ રહ્યું છે અને તેનું નિરાકરણ લાવ્યા છે છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી બોલીવુડના ખ્યાતનામ કલાકારો સાથે દેશ-દેશાવરમાં હાઉસફુલ અને હિટ લાઇવ શો આપનાર બોલીવુડ ઇવેન્ટના ભારતીબેન નાયક. તેમણે ખાસ રાજકોટની રંગીલી અને મોજીલી ઓડિયન્સ માટે આવા મહાન કલાકારોને રાજકોટમાં લાવવા એક સંગીતની સુરપ્રિય સંસ્થા બનાવી છે જેને આપ્યું છે ''તાલ તરંગ''. જે હેઠળ તાજેતરમાં સુપ્રસિધ્ધ ગાયિકા અન્વેષાનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટમાં ઇન્ડિયન આઇડોલના કલાકારોને લાવી લોકોનું દિલ જીતનાર ભારતીબેન નાયકે હવે ''તાલ તરંગ'' ગ્રૂપનું રાજકોટની સંગીતપ્રિય જનતાને નજરાણું આપ્યું છે. બોલીવુડના દિગ્ગજ ગાયકોને લાવી એક પછી એક અવિસ્મરણીય કાર્યક્રમો રાજકોટવાસીઓને આપવા જઇ રહ્યા છે. નજીકના ભવિષ્યમાં ખ્યાતનામ ગાયક સુદેશ ભોંસલેનો કાર્યક્રમ માણવાનો સુવર્ણ લાભ મળવાનો છે. ''તાલ તરંગ'' ગ્રૂપમાં સભ્યપદ મેળવનારાઓને આવા એક જુઓ અને એક ભુલો તેવા શાનદાર અને જાનદાર બોલીવુડના પ્લેબેક સીંગરોના કાર્યક્રમો માણવા મળશે. આ સંસ્થામાં કપલ (બે વ્યકિત) કે ગ્રૂપમાં જોડાવા તુરતજ ભારતીબેન નાયકનો સંપર્ક કરી શકાય છે. આવા પ્રોગ્રામમાં છુટક ટીકિટ નો ખર્ચ મોટો થાય છે જયારે સભ્યપદ મેળવનારને સમયાંતરે આવા અનેક કાર્યક્રમો માણવા મળશે. ''તાલ તરંગ'' સંસ્થામાં સભ્ય પદ મેળવનાર કપલ (બે વ્યકિત) અથવા ગ્રૂપને આખા વર્ષના આવા ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે. ''તાલ તરંગ'' સંસ્થામાં જોડાવા બોલીવુડ ઇવેન્ટના ભારતીબેન નાયકનો વહેલા તે પહેલાના ધોરણે ૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદિમાં જણાવાયું છે.

(12:09 pm IST)