Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ગોંડલ રોડ ડી માર્ટ પાસેથી ૩૭ર બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર પકડાઇ

માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. કે. એન. ભુકવા સહિતની ટીમનો દરોડોઃ ઇરફાન રાઉમાની શોધખોળ

રાજકોટ તા. ૮: શહેરના ગોંડલ રોડ પર ડી માર્ટની સામેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૭ર બોટલ ભરેલી ઇનોવા કાર પકડી લઇ મુસ્લીમ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જીએસ ગેડમની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ. ભાવીનભાઇ ગઢવી, દીગ્પાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, રોહીતભાઇ કછેડી, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, સમરીભાઇ ભેટારીયા અને રઘુવીરસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મહેશભાઇ ચાવડા અને રોહીતભાઇ કછોટને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ પર ડી માર્ટની સામે પહોંચતા એક જીજે.-ર૩એ-૪૭૦૬ નંરની ઇનોવા કાર રેઢી પડેલી હોઇ ત્યાં જઇને તલાશી લેતા તેમાંથી રૂ. ૧.૯ર લાખની દારૂની ૩૭ર બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને ઇનોવા કાર સહિત પ,૯ર,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમ્યાન આ દારૂનો જથ્થો ઇરફાન ભીખુભાઇ રાઉમાનો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

(4:05 pm IST)