Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

તહેવારો ટાંકણે જ ખાદ્યતેલો-શાકભાજી અને કઠોળના ભાવોમાં ઉછાળો

લોકડાઉન બાદ બેરોજગારી-મોંઘવારીએ માઝા મૂકતા ગરીબ વર્ગ માટે સાતમ-આઠમના તહેવારો ઉજવવા મુશ્કેલ બન્યા : ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સીંગતેલ ૩૦૦ રૂ., કપાસીયા તેલ ૧૦૦ થી ૧ર૦, પામતેલ ૩ર૦, શાકભાજી અને કઠોળના ભાવ પ થી ૧૦ ટકા, વેસણ કિલોએ ર અને ખાંડ ર થી ૩ રૂ. કિલો મોંઘીઃ ગરીબોની કફોડી સ્થિતિ

રાજકોટ તા. ૮: વૈશ્વીક મહામારી કોરોનાના કારણે લોકડાઉન બાદ બેરોજગારી અને મોંઘવારીએ માઝા મુકતા ગલરીબ વર્ગ માટે સાતમ આઠના તહેવારો ઉજવવા મુશ્કેલ બન્યા છે. તહેવારો ટાંકણે જ ખાદ્યતેલો શાકભાજી અને કઠોળના ભાવોમાં ઉછાળો થતા સામાન્ય વર્ગની સ્થિતિ કફોડી બની ગઇ છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે.

ખાદ્યતેલમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ભાવમાં જબરો ઉછાળો થયો છે. ગત વર્ષે ઓગષ્ટમાં સીંગતેલ નવા ટીન (૧પ કિલો) ના ભાવ ૧૮ર૦ થી ૧૮૬૦ રૂ. હતા તેના ભાવ ચાલુ વર્ષે ર૧૪૦ થી ર૧૬૦ રૂ. છે. વત વર્ષ કરતા ચાલુ વર્ષે સીંગતેલ ડબ્બાના ભાવ ૩૦૦ રૂ. વધુ છે. તેમજ કપાસીયા ટીનના ભાવ ગત વર્ષે ઓગષ્ટ માસમાં ૧૩પ૦ થી ૧૩૭૦ રૂ. હતા તેના ભાવ હાલમાં ૧૪પ૦ થી ૧૪૯૦ રૂ. છે એટલે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૧૦૦ થી ૧ર૦ રૂ. ભાવ વધી ગયા છે. જયારે પામતેલ ટીનના ગત વર્ષે ઓગષ્ટ માસમાં ૯૯૦ થી ૧૦૦૦ રૂ. ભાવ હતા તેના ભાવ હાલમાં ૧૩૩૦થી ૧૩૪૦ રૂ. છે એટલે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પામતેલ ટીન ૩૩૦ થી ૩૪૦ રૂ. મોંઘું છે.

શાકભાજીના ભાવો ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પ થી ૧૦ ટકા વધારે છે. ગત વર્ષે બટેટા ૧ કિલોના ભાવ રપ થી ૩૦ રૂ. હતા તે ચાલુ વર્ષે ૩૦ થી ૪૦ રૂ. છે તેમજ તમામ લીલા શાકભાજીના ભાવમાં પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પ થી ૧૦ ટકાનો ભાવ વધારો હોવાનું શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું.

કઠોળમાં પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષ પ થી ૧૦નો ભાવ વધારો હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું. ગત વર્ષે ચણા એક કિલોના ભાવ ૪૦ રૂ. હતા જેના ભાવ ચાલુ વર્ષે ૪પ રૂ. છે ચણાદાળના ભાવ ગત વર્ષે પ૪ રૂ. હતા તે ચાલુ વર્ષે પ૬ રૂ. છે. ચોખા, મગ, તુવેર સહિતના અન્ય કઠોળના ભાવો પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પ થી ૧૦ વધારે છે.

તેમજ વેસણ એક કિલોના ભાવ ગત વર્ષ પપ રૂ. હતા તે ચાલુ વર્ષે પ૭ રૂ. છે. જયારે ખાંડ એક કિલોના ભાવ ગત વર્ષ ૩૩ થી ૩પ રૂ. હતા. તેના ચાલુ વર્ષે ૩પ થી ૩૭ રૂ. ભાવ છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે તમામ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો થયો છે.

ચાલુ વર્ષે વૈશ્વીક મહામારી કોરાનાના કારણે લાંબા લોકડાઉનના બાદ બેરોજગારી વધી છે. ગરીબ અને મધ્યમ વર્ગના અનેક લોકો બેરોજગારીમાં સપડાયા છે ત્યારે મોંઘવારીના મારને ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી બનાવી દીધી છે.

ર૦૧૯ વર્ષ

સીંગતેલ નવા ટીન

૧૮ર૦-૧૮૬૦

કપાસીયા ટીન

૧૩પ૦-૧૩૭૦

પામતેલ ટીન

૯૯૦-૧૦૦૦

ચણા દાળ ૧ કિલો

પ૪

ચણા ૧ કિલો

૪૦

વેસણ ૧ કિલો

પપ

ખાંડ ૧ કિલો

૩૩ થી ૩પ

બટેટા ૧ કિલો

રપ થી ૩૦

ર૦ર૦ વર્ષ

સીંગતેલ નવા ટીન

ર૧૪૦-ર૧૬૦

કપાસીયા ટીન

૧૪પ૦-૧૪૯૦

પામતેલ ટીન

૧૩૩૦-૧૩૪૦

ચણા દાળ ૧ કિલો

પ૬

ચણા ૧ કિલો

૪પ

વેસણ ૧ કિલો

પ૭

ખાંડ ૧ કિલો

૩પ થી ૩૭

બટેટા ૧ કિલો

૩૦ થી ૪૦

(2:33 pm IST)