Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

પ્રેમમંદિરની મુલાકાતે આરઆઇએસ સ્કુલના છાત્રો

 રાજકોટઃ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારૂ જ્ઞાન પુરૃં પાડવાના હેતુથી વિવિધ શૈક્ષણીક મુલાકાતોના આયોજન કરવામાં આવતા હોય છે. તાજેતરમાં શાળા દ્વારા પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે રાજકોટના પ્રેમ મંદિરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક પ્રવાસના સફળ આયોજન માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઇ મહેતા અને પ્રિન્સીપાલ દિવ્યાબેન ભટ્ટના માર્ગદર્શનમાં શાળાના એજયુકેટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(4:09 pm IST)