Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ગોંડલમાં બગીચામાં બાળકોને હિંચકામાંથી ઉતારી દેવા બાબતે ભાવનાબેન ચૌહાણને માર માર્યો

રાધીકા ભરવાડ, રિદ્ધી ભરવાડ, રેખા ભરવાડ, દેવલ ભરવાડ અને પાયલ ભરવાડ સામે ગુનો

રાજકોટ, તા. ૯ :. ગોંડલના ભોજરાજપરામાં પારસ રેસીડેન્સીમાં બગીચામાં બાળકોને હિંચકામાંથી ઉતારી દઈ હિંચકા ખાવાની ના પાડી પાંચ ભરવાડ યુવતીઓએ મોચી મહિલાને માર મારતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ ગોંડલના ભોજરાજપરા ૩૧માં પારસ રેસીડેન્સી બ્લોક નં. ૨૪માં રહેતા ભાવનાબેન વિશાલભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૭) ગઈકાલે બીજા બાળકો સાથે સોસાસટીના બગીચામાં હતા અને બાળકો હીંચકા ખાતા હતા. તે દરમ્યાન પારસ સોસાયટી પાછળ રહેતી રાધીકા સવા ભરવાડ, રીદ્ધી સવા ભરવાડ, રેખા ભરવાડ, દેવલ ભરવાડ અને પાયલ ભરવાડે આવી અને હિંચકા ખાઈ રહેલા બાળકોને નીચે ઉતારી પોતે હીંચકા ખાવા લાગ્યા હતા બાદ ભાવનાબેન ચૌહાણે આ ભરવાડ યુવતીઓને હિંચકા ખાવાની ના પાડતા પાંચેયે ઉશ્કેરાઈ જઈ મોચી મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે ભાવનાબેન ચૌહાણે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એસ.બી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)