Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રએ ૧ દિ'માં ૪૨૦૦ મકાનોમાં દવા છાંટી દીધી !!

યે બાત કુછ હજમ નહીં હુઈ... : ભગવતીપરા, બેડીપરા, આફ્રિકા કોલોની સહિતના વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યવાહી

રાજકોટ, તા. ૯ :. ચોમાસામાં વાહકજન્ય રોગચાળો અટકાવવા માટે મ્યુ. કોર્પોરેશનના મેલેરિયા વિસ્તારો ૧ દિવસમાં જ ૪૨૦૦ મકાનોમાં દવા છાંટી દીધી હોવાનો દાવો કર્યો છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા શહેરમાં તારીખઃ૭ ના રોજ વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળકામગીરી કરવામાં આવી હતી, જેમાં ૪૦ ખાડામાં દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો, ૪૨૭૬ ઘરોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો અને ૧૧૨૧ ઘરોમાં ફોગીંગ કરવામાં આવેલ.

શહેરમાં જુદા જુદા સ્થળો પર કામગીરી કરવામાં આવી હતી, જેમાં ભગવતી પરા બેડી પરા, મીરાં પાર્ક ભગવતી પરા, મંછાનગર કબીર ટેકરી, મીરા પાર્ક શેરી નં.૧,૨, શ્રી રામ પાર્ક શેરી નં.૪,૫ રિદ્ધિ સિદ્ધિ સોસા ૪,૫,૬ ભારત નગર શેરી નં.૧ થી ૫, ગોકુલનગર ૭,૮, પુનીત સોસા મે.રોડ, ઋષિ પ્રશાદ સોસા શેરી નં.૩,૩એ શ્રમજીવી સોસા, આલાપ ગ્રીન સીટી, રૈયાધાર સ્લમ કવાટર, અક્ષર નગર શાસ્ત્રી નગરરૈયાગામ, કૃષ્ણનગર-૧, ૨ અને ગોવર્ધન સોસા ૨, અમૃતા ફલેટ, ગુરૂજીનગર આવાસ ગેટ ૩, વિમલનગર ૧,૨,૩,૪,૫ આફ્રિકા કોલોની ૧/૩, શિવમ પાર્ક, આદર્શ ડ્રીમ ૧ અને ગ્રીન સીટી, આદર્શ ડ્રીમ સીટી અને કસ્તુરી રેસી, ભગનાથ શેરી નં.૧/૨, વાવડી ઇન્ડસ્ટ્રી ે એરિયા, માધવ પાર્ક, આદર્શ સીટી, ભવાની નગર, રાજીવ નગર ૨૩ થી ૨૫, શેરી નં.૩, કેવડા વાડી, ગાયકવાડી ૯ અને પેટા શેરી, કિટી પરા, જયુબેલી શાકમાર્કેટ સેલર, ભવાનીનગર, જાગનાથ પ્લોટ, ત્રિકોણ બાગ, નવલનગર ૧ થી ૩, લલુડી વોકળી ૩,૪ કેવડાવાડી ૩/૧૫ કોર્નર,બાબરીયા કોલોની તમામ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી.

(3:48 pm IST)