Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ગાંધીગ્રામ-૨ પોલીસ મથક દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ

રાજકોટઃ ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકીંગ તથા બુટલેગરો ટપોરીઓને ચેક કરવાની ડ્રાઇવ યોજવામાં આવી હતી. સાંજે છ થી સાડા સાત સુધી વાહન ચેકીંગ ડ્રાઇવમાં પી.આઇ. એ.એલ. આચાર્યની રાહબરીમાં આકાશવાણી ચોકમાં ચેકીંગ કરી કુલ ૧૮૯ એનસી કેસ, ૧૭૭ આરટીપી કેસ કરી રૂ. ૧૮૯૦૦નો દંડ વસુલાયો હતો. તહેવાર નજીકમાં હોઇ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સતત ચેકીંગ કરવા આપેલી સુચના અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:18 pm IST)