Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મગફળી કૌભાંડ પ્રકરણમાં નાફેડ અને ગુજકોટના ૪ અધિકારીઓને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમન્સઃ મગફળી કૌભાંડમાં વધુ ૨ ઝડપાયાઃ અત્‍યાર સુધીમાં ૨૯ આરોપીઓની ધરપકડ

રાજકોટ: રાજ્યમાં મગફળી માટીકાંડ મામલે નાફેડ અને ગુજકોટના 4 અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે. ચારેય અધિકારીઓ આજે રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે. અધિકારીઓને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા આદેશ કરાયો છે
અધિકારીઓની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે. નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ પૂછપરછ કરાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસે બુધવારે અધિકારીકારીઓને સમન્સ પાઠવ્યા હતા. ગુજકોટના જનરલ મેનેજર ડી.પી.મિશ્રા, MD એન.એમ.શર્માને સમન્સ પાઠવ્યા છે. વેરહાઉસના MD સંજયનંદનને પણ સમન્સ પાઠવ્યું છે.

મગફળી કૌભાંડ મામલે વધુ 2 આરોપીની ધરપકડ
રાજકોટમાં મગફળી કૌભાંડ મામલે હવે પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે 29 આરોપીઓની ધરપકડ કરાઇ છે. પોલીસે મેસવાડ ગામે ક્રાંતિ ઓઈલ મીલના માલિકની રાજેશ વડારિયાની ધરપકડ કરી છે. મગન ઝાલાવાડીયાએ અત્યાર સુધી 6700 બોરીઓ ક્રાંતિ ઓઈલ મીલને વેચી હતી. સાથે પોલીસે જેતપુર માર્કેટિંગ યાર્ડના વિશાલ તખરેલીયાની પણ ધરપકડ કરી છે.
મગન ઝાલાવાડિયા માર્કેટિંગ યાર્ડમાં છે ડિરેક્ટર
રાજકોટના પેઢલા ગામમાં મગફળીકાંડ મામલે વિવાદ વકર્યો છે. મગફળીકાંડનો માસ્ટર માઈન્ડ મગન ઝાલાવાડિયાને માર્કેટિંગ યાર્ડના પદથી દૂર કરવાની માગ ઉભી થઈ છે. જેથી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ બી.કે.સખીયા મામલે સરકારને પણ રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ મગન ઝાલાવાડિયા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે

(6:10 pm IST)