Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

શ્રીજી ગૌશાળામાં રવિવારે વનભોજન ઉત્સવ

થેપલા, સુકીભાજી, અથાણા, ઘરેથી લાવવા, ગાંઠીયા, સંભારો, મરચા, છાશ સાથે ભોજનનો લ્હાવો લેવા ગૌ પ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટ,તા.૯: શહેરની ભાગોળે જામનગર હાઈવે ઉપર નવા ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ શ્રીજી ગૌશાળામાં આગામી તા.૧૨ને રવિવારની સાંજે ૬ વાગ્યાથી 'વનભોજન ઉત્સવ'નું આયોજન થયું છે. ગૌપ્રેમી પરિવારો પોત- પોતાના ઘેરથી થેપલા- સુકીભાજી- અથાણાં જેવા શ્રાવણીયા વ્યંજનો લઈને ગૌશાળાએ આવે અને મસાલા ''ચા''ની ચુશ્કી સાથે ગરમા- ગરમ વણેલા મેથીયા ગાંઠીયા- સંભારો- તળેલા મરચા સાથે ગાયના દૂધની મધુરી છાશનું આયોજન ગૌશાળામાં જ કરવામાં આવશે. ઉપરાંત પરિવારીક ભોજન માણવા ડિસ્પોઝેબલ ગ્લાસ- ડીસીઝ અને મીનરલ વોટર સહિતની સુવિધા પણ ગૌશાળા દ્વારા આયોજીત થનાર છે.

શહેરભરના ગૌપ્રેમી પરિવારોને ભાવભેર વનભોજન ઉત્સવમાં જોડાય ગૌમાતાના સાનિધ્યમાં લાભ લેવા કુદરતનો ખોળો ખુંદવાનો અનેરો અવસર ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે સૌને સાથે મળી વનભોજન કરવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ કરાયું છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રભુદાસભાઈ તન્ના મો.૯૮૨૫૪ ૧૮૯૦૦, જયંતિભાઈ નગદીયા મો.૯૪૨૭૪ ૨૯૦૦૧, વિનુભાઈ ડેલાવાળા મો.૯૪૨૮૨ ૦૦૧૮૧, ભુપેન્દ્રભાઈ છાટબાર મો.૯૩૭૬૭ ૩૩૦૩૩ તથા રમેશભાઈ ઠક્કર મો.૯૯૦૯૯ ૭૧૧૧૬ સંપર્ક કરવા જણાવાયું છે.

આ ઉપરાં તા.૧૫ ઓગષ્ટનાં રોજ શ્રીજી ગૌશાળા જામનગર રોડ ઉપર નવનિર્માણનાં ૧૦ વર્ષ પૂર્ણ કરે છે. જેની ઉજવણી સ્વરૂપે 'વનભોજન'માં ગૈપૂજનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)                    

(4:12 pm IST)