Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ભાજપાનો ભગવો લહેરાશેઃ જિલ્લા પ્રભારીઓની બેઠકમાં સમીક્ષા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જિતુભાઇ વાઘાણી તથા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આવનારી ૨૦૧૯ની ચુંટણીની તડામાર તૈયારીના ભાગરૂપે ચુંટણીની રણનિતીની સમિક્ષા બેઠક રાજકોટ જિલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષ સ્થાને આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત રાજકોટ લોકસભાના પ્રભારી સર્વશ્રીઓ ઉપાધ્યક્ષ રાજય આયોજન પંચના નરહરીભાઇ અમીન, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, પ્રદેશ ભાજપ સંયોજક નગરપાલિકાના પ્રદિપભાઇ ખીમાણી,પૂર્વ મેયર જામનગરના અમીબેન પરીખ અને જિલ્લા મહામંત્રી ભાનુભાઇ મેતા, ભરતભાઇ બોઘરા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઇ સાવલીયા, સિમાબેન જોષી, જિલ્લા મંત્રી વિનુભાઇ પરમાર સહિત સમિક્ષા બેઠકમાં સંગઠનાત્મક અને ૨૦૧૯ની ચુંટણીની રણનિતિ અંગેની વિધાનસભાની તાલુકા વાઇઝ વિંછીયા, જસદણ શહેર, જસદણ તાલુકો, રાજકોટ,લોધીકા, કોટડાસાંગાણી, પડધરીતાલુકાના હોદેદારો આગેવાનો ચુંટાયેલા સાથે ચિંતન મનન અને ચર્ચા કરવામાં આવી હતી આ સમગ્ર બેઠકની વ્યવસ્થા હિરેનભાઇ જોશી, જયેશભાઇ પંડ્યા, દિપકભાઇ ભટ્ટ, અરૂણભાઇ નિર્મળ, અમ્રુતલાલ દેવમુરારી, દિનેશભાઇ વિરડા, અલ્પેશભાઇ અગ્રાવત, વિવેકભાઇ સાતા, કિશોરભાઇ ચાવડા, હરેશભાઇ રૈયાણી, આશીષ લીંબાસીયા, રાજન ભાલારા, સાગરભાઇ ડાભી સહિતનાએ જહેમત ઉઠાવેલ હતી.

(4:09 pm IST)