Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કૃષ્ણ, જરાસંઘ અને ભીમને કેન્દ્રમાં રાખી જન્માષ્ટમીનું સૂત્ર-રથ નક્કી

જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ, ભીમ પરાક્રમ પ્રગપ્તિ હોગા, યોગેશ્વર ગિરધારી હૈ...

વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા મંડળોની મીટીંગમાં જાહેર કરાયેલ સૂત્ર અને વિષય વસ્તુની તસ્વીરી ઝલક(૧.૨૦)

રાજકોટ, તા. ૯ :. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા તથા અન્ય કાર્યક્રમોની વણઝાર યોજવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ ૩૩માં વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવને ઉજવવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે તથા માહોલને કૃષ્ણમય બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય ખાતે યુવક મંડળો, લત્તા મંડળો વિ.ના પ્રતિનિધિઓ - કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે વિહિપના સર્વશ્રી ગોપાલજી, અશોકભાઈ રાવલ, ભૂપતભાઈ ગોવાણી, હરીભાઈ ડોડીયા, હસુભાઈ ચંદારાણા, હરેશભાઈ ચૌહાણ, નિતેશભાઈ કથીરીયા, વિનુભાઈ ટીલાવત, કૃણાલભાઈ વ્યાસ વિ. પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

૩૨ વર્ષથી દર વર્ષે યોજાતી શોભાયાત્રામાં દર વખતે એક નવા જ સુત્રની જાહેરાત અને એક થીમની જાહેરાત કરવામાં આવે છે અને આ થીમ પર શોભાયાત્રાના મુખ્ય રથની કૃતિ બનાવવામાં આવે છે. તે વિષય આધારીત રથને શોભાયાત્રામાં સોૈપ્રથમ સ્થાન આપવામાં આવે છે.

આ વખતે અવિરત ૩૩માં વર્ષે જન્માષ્ટમીની થીમ તથા સુત્રની ઘોષણા જન્માષ્ટમીની થીમ તથા સુત્રોની ઘોષણા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ -૨૦૧૮ના વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રશ્રી ગોવિંદજી દ્વારા કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે ''જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ ા ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગીરધારી હૈાા'' ની જાહેરાત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં બાળકો માટે રંગપુરણી હરીફાઇ, ગોપી-કિશન સ્પર્ધા, ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધ્વજારોહણ, ઝંડી સુશોભન, લત્ત સુશોભન, ઝંડી વિતરણ, તાવા પ્રસાદ, ગત વર્ષના લત્તા સુશોભન અને ફલોટ સુશોભનના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ, ત્રીશુલ દીક્ષા, મટકી ફોડ સ્પર્ધા, ટ્રાન્સપોર્ટર એસો.ની બેઠક રક્ષાબંધન સહિતના અનેકવિધ કાર્યક્રમો અને અંતમાં ભવ્યાતિભવ્ય દર્શનીય અને પ્રજાજનો જેની આતુરતાપુર્વક રાહ જોતા હોય છે તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. દર વર્ષે આ શોભાયાત્રામાં જોડાય છે તેમ આ વષે પણ લત્તા સુશોભન, ઝંડી સુશોભન, ફલોટના માધ્યમથી જોડાવા માંગતા યુવક મંડળો, ગ્રુપોને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય, ૮-મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે સંપર્ક કરવા વિ.હિ.પ. રાજકોટ મહાનગર મંત્રી નિતેશ કથીરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ કાર્યાલય મંત્રીશ્રી કલ્પેશભાઇ મહેતા જણાવે છે.

(4:05 pm IST)