Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બાંધકામના બીલ અટકાવવા બદલ એસ્ટેટ કમીટીને કોંગ્રેસની રજૂઆત

રાજકોટ તા. ૯ :.. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસ્ટેટ કમિટીએ બાંધકામ માટે વધારાના બે કરોડના બીલ અટકાવવાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

આજે કોંગ્રેસના નિદત બારોટ અને હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાંધકામના વધારાના બીલ અટકાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કુલપતિ ડો. નિલાંંબરીબેનને અને એસ્ટેટ કમિટીએ મુળ સુધી પહોંચવા જરૂરી પડે તો પોલીસ ફરીયાદ કરવાની માંગ કરી છે. કોન્વોકેશન હોલના બાંધકામમાં ગેરરીતિ અંગે તપાસ કરવા અપીલ કરી છે.

(3:58 pm IST)