Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જંગલેશ્વર, રૂરલ હાઉસીંગ, રોહિદાસપરા અને આંબેડકરનગરમાં જૂગાર રમતાં ૨૯ પકડાયા

ભકિતનગર, યુનિવર્સિટી, બી-ડિવીઝન અને તાલુકા પોલીસના દરોડા : પોલીસે ૧,૩૭,૬૮૦ની રોકડ કબ્જે કરીઃ ચાર જણાએ ઘરમાં જૂગારધામ ચાલુ કર્યા'તા

રાજકોટ તા. ૯: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને મનોહરસિંહ જાડેજાએ દારૂ-જૂગારની બદ્દી નાબુદ કરવા આપેલી સુચના અંતર્ગત શહેર પોલીસે જુદા-જુદા ચાર સ્થળે દરોડા પાડી જુગાર રમતાં ૨૯ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં અને રૂ. ૧,૩૭,૬૮૦ની રોકડ કબ્જે લીધી હતી. જેમાં ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાં, યુનિવર્સિટી પોલીસે એ. જી. સોસાયટી પાછળ રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં, બી-ડિવીઝન પોલીસે રોહિદાસપરામાં અને તાલુકા પોલીસે કાલાવડ રોડ આંબેડકરનગરમાં દરોડો પાડ્યો હતો.

ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ ડી. સ્ટાફની ટીમે જંગલેશ્વર રાધાકૃષ્ણનગર મેઇન રોડ શેરી નં. ૧૯ પાસે રહેતાં પ્રભાત રાયધનભાઇ જળુના મકાનમાં દરોડો પાડી તેને તથા હિતેષ રમણીકભાઇ ડોડીયા (રહે. કોઠારીયા રોડ હુડકો સી-૨૩), હિરેન નિતીનભાઇ કુબાવત (રહે. ન્યુ સુભાષનગર-૨), પંકજ પ્રવિણભાઇ ઢોલરીયા (રહે. કોઠારીયા રોડ શ્રીરામ પાર્ક-૨) અને પ્રશાંત ચકુભાઇ ઢોલરીયા (રહે. ગોવિંદનગર-૫)ને પકડી લઇ રૂ. ૯૨૩૮૦ની રોકડ કબ્જે લીધી હતી. પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતના સ્ટાફે આ દરોડો પાડ્યો હતો.

યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. ડી.વી. દવેની રાહબરી હેઠળ ટીમના પીએસઆઇ એન. બી. ડાંગર, વી.એન. કુછડીયા, પુષ્પરાજસિંહ, મેહુલસિંહ, દિપકભાઇ સહિતે એ. જી. સોસાયટી પાછળ રૂરલ હાઉસીંગ બોર્ડ ઇ-૧૦૯માં દરોડો પાડી ઘરધણી વનરાજસિંહ નવલસિંહ રાણા (ઉ.૪૬), તથા વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.૬૨), નવદિપસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા (ઉ.૨૭), કિશોરસિંહ રતનસિંહ ચુડાસમા (ઉ.૩૫), વિરભદ્રસિંહ અજીતસિંહ ગોહિલ (ઉ.૩૨) અને જગદિશસિંહ કેસરીસિંહ રાણા (ઉ.૬૪)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૭૧૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતેન્દ્રસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ, મનોજભાઇ મકવાણા, પ્રકાશભાઇ ખાંભરા સહિતે રોહિદાસપરા-૬માં રહેતાં દિપક પીઠાભાઇ પરમાર (ઉ.૨૮)ના ઘરમાં દરોડો પાડી તેને તથા આશિષ કાંતિભાઇ ચોૈહાણ (ઉ.૧૯-રહે. રોહિદાસપરા-૫), જીતેન્દ્ર કમાભાઇ ચુડાસમા (ઉ.૩૧-રહે. રોહિદાસપરા-૬), શૈલેષ રવજીભાઇ પરમાર (ઉ.૨૨-રહે. રોહિદાસપરા), અમીન ઉર્ફ ઉકો યાકુબભાઇ મમાણી (ઉ.૩૦-રહે. ચામડીયાપરા ખાટકીવાસ), ભરત નાનજીભાઇ ચુડાસામ (ઉ.૨૮-રહે. રોહિદાસપરા-૫), કિશોર પુંજાભાઇ મકવાણા (ઉ.૪૦-રહે. જયપ્રકાશનગર-૯), હિતેષ ગોવિંદભાઇ મકવાણા (ઉ.૨૭-રહે. રોહિદાસપરા-૬), વિનોદ ડાયાભાઇ વાઘેલા (ઉ.૩૮-રહે. મહાત્મા ગાંધી પ્લોટ-૭) અને રાજેશ અરજણભાઇ પરમાર (ઉ.૩૫-રહે. રોહિદાસપરા-૭)ને પકડી લઇ રૂ. ૧૦૪૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

ચોથા દરોડામાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જી.એસ. ગઢવી, અરજણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, ગોપાલસિંહ જાડેજા, હિરેનભાઇ સોલંકી સહિતે કાલાવડ રોડ આંબેડકરનગર-૬ના ખુણે ભુપત કાળાભાઇ ચંદ્રપાલ (ઉ.૩૭)ના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડી ભુપત તથા મુકેશ પ્રવિણભાઇ વૈષ્ણવ (ઉ.૨૩-રહે. રૈયા ગામ), કમલેશ રમેશભાઇ તલસાણીયા (ઉ.૨૦-રહે. વાવડી ગામ), સંદિપ મગનભાઇ પરમાર (ઉ.૩૩-રહે. મધુરમ્ સોસાયટી જુનાગઢ), હેમત હરિભાઇ પરમાર (ઉ.૩૫-રહે. આંબેડકરનગર-૬), સંજય વાલજીભાઇ મકવાણા (ઉ.૨૪-રહે. આંબેડકરનગર-૬) તથા ધવલ ગોરધનભાઇ ચારોલા (ઉ.૨૧-રહે. ગુરૂજીનગર આવાસ કવાર્ટર-૪૧૭)ને પકડી લઇ રૂ. ૭૮૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(3:48 pm IST)