Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કાલે વોર્ડ નં. ૭માં સઘન સફાઇ ઝુંબેશ અને બાળ તંદુરસ્તી હરિફાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત

રાજકોટ તા. ૯ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર્ય પર્વ-૨૦૧૮ની શાનદાર ઉજવણીના ભાગરૂપે તા.૧૦ના સવારના ૯ કલાકે વોર્ડ નં. ૭-અની વોર્ડ ઓફીસે સફાઈ ઝુંબેશ તથા સવારના ૧૦ કલાકે કિશોરસિંહજી સ્કુલ, કોઠારીયા નાકા રોડ, રાજકોટ ખાતે બાળ તંદુરસ્તી હરિફાઈનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, શિશુકલ્યાણ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુકત યાદીમાં જણાવ્યું હતું.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યક્રમનું દીપ પ્રાગટય અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય હાજર રહેશે. કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ હાજર રહેશે. તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા ઉપસ્થિત રહેશે.

તેમજ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, પ્રભારી વોર્ડ નં.૭ સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ વોર્ડ નં.૭ જીતુભાઈ સેલારા, મહામંત્રી વોર્ડ નં.૭ કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, કોષાધ્યક્ષ શહેર ભાજપ અનિલભાઈ પારેખ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, રાજકોટ શેર ભાજપ મહિલા મોરચો મહામંત્રી પુનીતાબેન પારેખ, ભાજપ અગ્રણી વિનુભાઈ જીવરાજાની, નીલેશભાઈ વોરા, કિશોરભાઈ પટેલ, ધીરેનભાઈ પારેખ, જોહરભાઈ કપાસી, ભરતભાઈ ગમારા, રંજનબેન જેઠવા, વનીતાબેન દક્ષીણી, બીપીનભાઈ  લાઠીગ્રા, જુમાનાબેન વિનોદભાઈ જરોલી, પૂર્વ પ્રમુખ વોર્ડ નં.૭ ભાજપ રમેશભાઈ દોમડીયા  તેમજ જાણીતા તબીબ ડો.મયંકભાઈ છાયા, ડો.કિશોરભાઈ દેસઈ હાજર રહેશે.આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમ તથા બાળ તંદુરસ્તી હરિફાઈમા શહેરીજનોને ઉપસ્થિત રહેવા તેમજ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભ લેવા ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી ઉદયભાઈ કાનગડ, શિશુકલ્યાણ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.(૨૧.૨૯)

(3:46 pm IST)