Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મગફળી કૌભાંડમાં ગુજકોટના એમ.ડી.ની અને મગન ઝાલાવડીયાના ભાઈ ભૂપતની પૂછતાછ

રાજકોટ, તા. ૯ :. મગફળી કૌભાંડમાં રૂરલ પોલીસે ગુજકોટના એમ.ડી. શર્માને સમન્સ પાઠવ્યા બાદ આજે બપોરે ગુજકોટના એમડી શર્મા પોલીસ સમક્ષ હાજર થતા તેની પૂછતાછ હાથ ધરાઈ છે. તેમજ મગન ઝાલાવડીયાના ભાઈ ભૂપતની પણ પૂછતાછ હાથ ધરાઈ છે.

મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવડીયાના કરોડોના બેન્કીંગ વ્યવહારો સપાટી પર આવ્યા બાદ પોલીસે તેની પૂછતાછ કરતા બેન્કીંગ વ્યવહારો તેનો ભાઈ ભૂપત ઝાલાવડીયા સંભાળતો હોવાની કેફીયત આપતા રૂરલ પોલીસે ભૂપત ઝાલાવડીયાની બેન્કીંગ વ્યવહાર સંદર્ભે પૂછતાછ હાથ ધરી છે.

તેમજ મગફળી કૌભાંડમાં ગુજકોટના એમ.ડી. શર્માને સમન્સ પાઠવ્યા બાદ આજે જેતપુર હાજર થતા ડીવાયએસપી જે.એમ. ભરવાડે ગુજકોટના એમડી શર્માની પૂછતાછ હાથ ધરી છે.

(3:38 pm IST)