Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રોગચાળો અટકાવા ઝુંબેશ

મચ્છર ઉત્પતિ સામે કોર્પોરેશનની લાલ આંખ : ૩૩ હજારનો દંડ

ફેમેલી કોર્ટ કેમ્પસની બાંધકામ સાઇટ, શ્રી પાર્ટી પ્લોટ, સાજીદભાઇ બેકરીવાળા, વીઝન-૨૦૨૦ સહિતના સ્થળોએ

મચ્છર જોવા મળતા દંડ : નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડ સહિત મેલેરિયાની ટુકડીનું ચેકીંગ

રાજકોટ તા. ૯ : શહેરમાં માખી - મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેનાં કારણે તાવ-શરદી-ઉધરસનો રોગચાળો વકર્યો છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા માટે દવા છંટકાવ - મચ્છર ઉત્પતીનાં ચેકીંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વેય ફેમીલી કોર્ટ કેમ્પસ પરની બાંધકામ સાઇટ, શ્રી પાર્ટી પ્લોટ, વીઝન ૨૦૨૦ સહિતના સ્થળોએ મચ્છરોનાં ઉપદ્રવ અંગે નોટીસ ફટકારી રૂ. ૩૪ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ શહેર ડેન્ગ્યુ રોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને સ્થિરપાણીમાં ઉત્પન્ન થાય છે. મચ્છર ઉત્૫તિ અટકાયત માટે હાલ જે ઝુબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય ત્વે બાંઘકામની જગ્યાએ લીફટના ખાડા બાંઘકામ માટે ભરી રાખવામાં આવતા પાણી તથા સેલરમાં ભરાઇ રહેતા પાણીમાં મચ્છરની ઉત્પતિ મળી આવે છે. એેડીસ મચ્છર દિવસે જ કરડે છે. તથા ૧૦૦ થી ૩૦૦ મીટર સુઘી ઉડી શકતા હોય જયાં ઉત્પન્ન થઇ આજુ બાજુ રોગ ફેલાવે છે. આથી બાંઘકામ સાઇટ ૫ર કામ કરતા મજુરો, કોર્મશીયલ કોમ્૫લેક્ષમાં કામ કરતા ધંધાર્થીઓને ડેન્ગ્યુ થવાનો ભય રહે છે ત્યારે મેલેરિયા શાખા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ રોગચાળો અટકાવવા મચ્છર ઉત્પતિના ચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફેમીલી કોર્ટ કેમ્પસ પરની બાંધકામ સાઇટના કોન્ટ્રાકટર, શ્રી પાર્ટી પ્લોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, શિવજી એન્ટરપ્રાઇઝ - સોરઠીયા વાડી, સાજીદભાઇ બેકરીવાળા - કોઠારીયા રોડ, જયદીપભાઇ પટેલ વોટર પ્લાન્ટ - મહેશ્વરી સોસા., સેવરોલેટ ઓટો સર્વિસ - ૧૫૦ ફુટ રીંગ રોડ, વિઝન-૨૦૨૦ - ૧૫૦ ફુટ રીંગ રોડ, ડેકન ફર્નીચર - બાપુનગર, ગીરીશ ફાઉન્ડ્રી - બાપુનગર, સંદિપ મેન્યુફેકચરીંગ - બાપુનગર, રવિભાઇ પટેલ ઇન્ડસ્ટ્રીઝ - સોરઠીયા વાડી તથા બાપુનગર ભંગારના ડેલા વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ કુલ રૂ. ૩૩,૫૦૦નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.(૨૧.૨૭)

(3:36 pm IST)