Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

૧પ૦ ફુટ રીંગ રોડ પર ડિમોલીશન

રર સ્થળોએથી ઓટા, છાપરા, શાઇન બોર્ડના દબાણો હટાવાયાઃ રર રેકડી-કેબીન-૮૦ ખુરશી-ટેબલ જપ્ત

રાજકોટ તા. ૯ :   શહેરનાં ૧૫૦ફુટ રીંગ રોડ વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીગ પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે રર સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરાવવા જબ્બર દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી હતી.

આ અંગે કોર્પોરેશન કમિશ્ન૨ બંછાનિધિ ૫ાની સુચના અનુસા૨ તથા ટાઉન પ્લાનીંગ ઓફિસ૨એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ૨ાજકોટ શહે૨ના જાહે૨ માર્ગો ૫૨ વાહન ૫ાર્કિંગની સમસ્યાને અંતર્ગત  કમિશ્ન૨ દ્વા૨ા ૨જુ ક૨ાયેલ એકશન પ્લાન અંતર્ગત ૨ાજકોટ મહાનગ૨૫ાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વા૨ા આજે શહે૨ના વેસ્ટ ઝોન વિસ્તા૨ના વન ડે વન રોડ અંતર્ગત ૧પ૦ રીંગ રોડ પરના પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ દબાણ-ગેરકાયદેસર દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં ચાની કેબીન, પિયુષપાની હોસ્પીટલ, ગ્રી ફિલ્ડ ટ્રસ્ટ, પટેલ સુઝુકી, કે.તડકા, ડેડીકેટેડ એકેડમી, પટેલ પાન, પટેલ પાનની બાજુની દુકાન, ગુરૂકૃપા ઇલેકટ્રીક, પ્રિયમ યોગા, યુએસપોલો, ઓરીએન્ટલ કુરીયર, રામ સીરામીક, આર.કે.પ્રાઇમ-ર, આઝાદ હિન્દ ગોલા, શ્રી ઓમ આસ્થા શરાફી મંડળી, જે. કેપાન, શ્રીરામફુડઝોન, હરીઓમ એન્ટપ્રાઇઝ, સંગાણી કોલ્ડ્રીંકસ, નચીકેતા, ડીલકસ, સહિતના રર સ્થળોએથી કેબીન, તપરા, બોર્ડ, ઓટાના દબાણો દુર કરી પાર્કિંગ માર્જીનના જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર પી.ડી.અઢીયા તથા ગૌતમ જોષી તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી.પી.સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના આસિે મેનેજર કાથરોટીયા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. તથા સોલીડ વેસ્ટ મેનેજેન્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર તથા તેમનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી ચુડાસમાં તથા તેમનો તમામ સ્ટાફ તથા ટ્રાફીક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

દબાણ હટાવ ઝૂંબેશ

રાજકોટઃ મહાનગર પાલિકા એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં ગઇકાલે રાત્રે પરાબજાર, ગોંડલ રોડ, ભકિતનગર સર્કલ, વાણીયાવાડી રોડ, કોઠારીયા રોડ, સહકાર રોડ વિગેરે સ્થળો પરથી સામાન જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી. ઉપરોકત સ્થળો પરથી રેકડી ૧૯, કેબીન ત્રણ, પ્લાસ્ટિક ખુરશી ૬૭, ટેબલ ૧પ, પાનનો ગલો એક, પ્લાસ્ટિક કેરેટ ૧૪, કાઉન્ટર એક, લાકડાનો બાકડો એક, પ્લાસ્ટીક ટુલ્સ બે કબજે લીધેલ છે.આ કામગીરી એસ્ટેટ શાખાના આસી. મેનેજર બી. બી.જાડેજા અને ટીમ અને ડી. વાય. એસ. પી. આર.બી. ઝાલા અને તેમની વિજિલન્સ ટીમ તથા ટફીક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.(૬.૨૧)

 

(3:35 pm IST)