Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કીડવાઇનગરના એપાર્ટમેન્ટના પાર્કિગના રૂમમાં દરોડોઃ જુગાર રમતા ચાર પકડાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ ૮ હજારની રોકડ

રાજકોટ, તા.૯: યુનિવર્સિટી રોડ કીડવાઇનગર મેઇન રોડ પર આવેલા સાધના એપાર્ટમેન્ટના પાર્કિગના રૂમમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કીડવાઇનગર મેઇન રોડ પર આવેલા સાધના એપાર્ટમેન્ટના પાકિગના રૂમમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા તથા હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા, અને જેન્તીગીરી ગૌસ્વામી સહિતે દરોડો પાડી સાધના એપાર્ટમેન્ટના પાર્કિગમાં આવેલ રૂમમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા માલીક પ્રફુલચંદ્ર આણંદજીભાઇ કક્કડ, જયંતી પ્રાગજીભાઇઇ જાવીયા (રહે.સરપદડ તા.પડધરી) મહેન્દ્ર બાબુલાલભાઇ બોરીયા (રહે.૧૫૦ ફૂટ રોડ રાવલનગર શેરી નં.૫) અને નારણ દેવજીભાઇ ગોટી (રહે.મહાવીર સોસાયટી શેરી નં.૪)ને પકડી લઇ રૂ.૮૦૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(4:22 pm IST)