Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટ સહિત રાજયના ૧ લાખ કોચીંગ કલાસીસના ૧પ લાખ શિક્ષકો ખુશખુશલ : મીડીયા-સરકારનો આભાર માનતુ એસો.

આજે કલેકટર કચેરી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ના અગ્રણીઓએ ૧ાા વર્ષ બાદ કોચીંગ કલાસને ખોલવાની મંજુરી આપતા સરકાર અને મીડીયાનો આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧ :  રાજય સરકારે કોરોના સંદર્ભે બહાર પાડેલ નવી ગાઇડલાઇનમાં રાજકોટ સહિત રાજયભરના શિક્ષણ કોચીંગ કલાસને ખોલવાની મંજુરી આપતા રાજયના અંદાજે ૧ લાખ કોચીંગ કલાસ ૧પ લાખ શિક્ષકો અને તેમના પરિવારોમાં ખુશાલીનો માહોલ સજાર્યો છે, સતત ૧ાા વર્ષથી કલાસ બંધ હોય સેંકડો પરીવારોને ઘરનું ગુજરાન ચલાવવાના ફાંફા પડયા હતા, જેમાં હવે આ જાહેરાતની રાહત અનુભવાઇ છે.

આજે ફેડરેશન ઓફ એકેડેમિક એસો.એ કલકેટર કચેરી ખાતે અગ્રણીઓ પ્રકાશ કરમચંદાણી વિજયમારૂ ધર્મેશ છગન, નિકુંજ ચનાભટ્ટી, હાર્દિક ચંદારાણાએ સરકારના આ નિર્ણયને આવકારી પ્રિન્ટ મીડીયા- સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

આભાર પત્રમાં ઉમર્યુ હતુ કે, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશન, ગુજરાતના સર્વે કોચિંગ કલાસીસને ઓફ લાઇન કલાસ માટે મંજુરી આપવા બદલ સરકારનો આભાર વ્યકત કરે છે તથા આ કપરા સમયમાં હંમેશા સહયોગ આપવા બદલ પ્રિન્ટ મીડિયા તથા ઇલેકટ્રોનિક મીડિયાનો આભાર વ્યકત કરે છે. છેલ્લા ૧પ માસથી કોચિંગ કલાસીસ બંધ હતા, તેમના સંચાલકો માટે જીવન નિર્વાહ કરવો અઘરો હતો. આ નિર્ણયથી આખા ગુજરાતમાં ફેલાયેલા ૧ લાખથી વધારે કલાસીસ સંચાલકો અને કોચિંગ કલાસીસ સાથે સંકળાયેલા ૧પ લાખથી વધારે શિક્ષકો અને તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઓનલાઇન શિક્ષણની વિદ્યાર્થીઓ અને વાલીઓને ખુબ જ અસંતુષ્ટ હતાં. ઓફલાઇન કલાસીસના નિર્ણયથી ધો. ૯ થી ૧ર તથા સીએ, સીએસ તથા કમ્પીટીટીવ એકઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તથા આ નિર્ણયને આવકાર્યો છે. ઓફલાઇન શિક્ષણનો નિર્ણય ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં છે જેથી હવે ઓનલાઇન શિક્ષણની ઉણપ પૂર્ણતામાં પરિણમશે.

ગુજરાતમાં બધા શિક્ષકોનું એક જ મંતવ્ય છે કે ઓફલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓના પરિણામ પર ખુબ જ પોઝીટીવ અસર થશે અને ગુજરાતનું પરિણામ અને શિક્ષણ ફરીથી ઉચું જશે.

(4:03 pm IST)