Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

એડવોકેટ દિલીપ પટેલની પ્રદેશ ભાજપના લીગલ સેલના કન્વીનર તરીકે નિમણુંક થતા વકીલો-રાજકીય આગેવાનોની શુભેચ્છા

કોર્ટ પાસે વકીલોએ આતશબાજી કરી દિલીપ પટેલની નિમણુંકને વધાવતા વકીલો

રાજકોટ : એડવોકેટ દિલીપ પટેલની ભાજપના પ્રદેશ લીગલ સેલના કન્વીનર તરીકે નિમણુંક થતાં વકીલોએ તેમની નિમણુંકને આતશબાજી કરી મોઢા મીઠા કરીને વધાવી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૯ : રાજકોટ  સહિત રાજ્યભરના ખ્યાતનામ એડવોકેટ દિલીપ પટેલની સતત પાંચમી વખત પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર તરીકે નિમણૂક થતા બાર એસોસિએશનના વકીલો દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં મો મીઠા કરવી, હારતોરા અને ફટાકડા ફોડી આતશબાજી કરી નિમણુંકને આવકારી હતી. જ્યારે રાજકીય અગ્રણીઓએ દિલીપ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

સને ૨૦૦૭ થી ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બર તરીકે ચુંટાયા બાદ દીલીપ પટેલ બીજી બે ટર્મમા ગુજરાતમા સૌથી વધુ મતે  ચુંટાઈ  ઐતીહાસીક જીત હાંસલ કરેલી છે  દીલીપ પટેલ વકીલોના પ્ે સતત જાગૃત અને અગ્રેસર રહી અને સુખમા સુખી અને દુઃખમા દુઃખી એવા દીલીપ પટેલની પ્રદેશ ભા.જ.૫. લીગલ સેલના સંયોજક (કન્વીનર) તરીકે નિમણૂંક થતા વકીલો દ્વારા સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં મો મીઠા કરવી, હારતોરા અને ફટાકડા ફોડી આતશબાજી કરી દિલીપ પટેલની ભાજપ લીગલ સેલના કન્વીનર તરીકેની નિમણૂકને આવકારી હતી.

 શહેર ભા.જ.પ.ના પ્રમુખ  કમલેશ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતીન ભા૨દ્વાજ, ગુજરાત ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, પુર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયા, ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપભાઈ ડવ, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, ડે. મેયર દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, ભા.જ.૫. લીગલ સેલના હીતેશ દવે, બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, રાજકોટ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા, ક્રિમીનલ બારના પ્રમુખ હીતુભા જાડેજા, રેવન્યુ બારના પ્રમુખ સી.એચ. પટેલ અને નોટરી બાર એસો. ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ વિગેરે એ દીલીપ પટેલને અભિનંદન પાઠવ્યા છે.

(4:02 pm IST)