Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વોર્ડ નં.૧૩ના ખોડીયાર નગરના ૮૩ મકાનોને ડીમોલીશનની નોટીસો અપાતાં ટોળુ મ.ન.પા.એ દોડયુ

ટી.પી રસ્તાની કપાતમાં આવતા મકાનધારકોને ૭ દિ'માં મકાન ખાલી કરવા નોટીસ અપાતાં દેકારો

રાજકોટ,તા.૯: શહેરનાં વોર્ડ નં.૧૩માં ગોંડલ ચોકડી પાસે આવેલ ખોડીયાર નગર વિસ્તારમાં ટી.પી રસ્તાની કપાતમાં આવતા ૮૩ મકાનધારકોને ૭ દિ'માં મકાન ખાલી કરવા મ.ન.પા.ની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા નોટીસ પાઠવવામાં આવતા લતાવાસીઓનું ટોળુ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઘસી આવ્યુ હતુ અને હાલ ડીમોલીશન ન કરવા મેયરને રજૂઆતન કરી હતી.

આ અંગની પ્રાપ્ત માહિતી વોર્ડ નં.૧૩માં ભળેલા ખોડીયાર નગર વિસ્તારમાં ટી.પી  રોડ નીકળતો હોય ત્યારે આ ટી.પી રસ્તા પર ૮૩ મકાનો ૭ દિ'માં ખાલી કરવા મ્યુ.કોર્પોરેશનની ટાઉન  પ્લાનીંગ શાખા દ્વારા નોટીસો પાઠવવામાં  આવી હતી. ડિમોલીશનનની નોટીસો મળતા લોકોમાં દેકારો બોલી ગયો હતોઅને અસરગ્રસ્તોનું ટોળુ મ.ન.પા. તંત્રની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઘસી આવ્યુ હતુ અને કોરોનકાળમાં ધંધા રોજગાર બંધ હોય તો હાલ ડિમોલીશન ન કરવા વિસ્તારવાસીઓ દ્વારા મેયરને રજૂઆત કરી હતી.

(3:53 pm IST)