Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

૧૭મીએ મ.ન.પા.નું જનરલ બોર્ડ

કોવિડ વેકસીનેશન - ટી.પી. પ્લોટ અને સફાઇના પ્રશ્નોનો ઢગલો

ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૨ સહિત કુલ ૧૪ કોર્પોરેટરોએ ૩૦ પ્રશ્નો ચર્ચા માટે મૂક્યા : સૌ પ્રથમ દેવાંગ માંકડે પૂછેલા લાયબ્રેરીના પ્રશ્નની ચર્ચા થશે

રાજકોટ તા. ૯ : આગામી તા. ૧૭ જુલાઇએ સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૨ મળી કુલ ૧૪ કોર્પોરેટરોએ ૩૦ પ્રશ્નો રજૂ કરી અને આ પ્રશ્નોની ચર્ચા માંગી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આગામી જનરલ બોર્ડમાં ભાજપ કોંગ્રેસના મળી કુલ ૩૦ પ્રશ્નો પૂછયા છે. જેમાં કોવિડ વેકસીનેશન, ટી.પી. પ્લોટ, સફાઇ, ટીપરવાન, રોશની સહિતના વિભાગોના પ્રશ્નોનો ઢગલો કોર્પોરેટરોએ કર્યો છે.

સૌ પ્રથમ દેવાંગ માંકડે પૂછેલા પ્રશ્નની ચર્ચા

જનરલ બોર્ડના પ્રશ્નોત્તરી ક્રમમાં સૌ પ્રથમ વોર્ડ નં. ૭ના કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગ માંકડનો પ્રશ્ન છે.

તેઓએ મ.ન.પા. હસ્તક કેટલી લાયબ્રેરી છે ? તેના કુલ સભ્યો કેટલા ? કેટલા હરતા-ફરતા પુસ્તકાલયો છે તેના કુલ કેટલા સભ્યો ? એ બે પ્રશ્નોનો સમાવેશ છે.

ત્યારબાદ (ર) કોમલબેન ભારાઇના ટીપર વાન, રાત્રી સફાઇ, સ્નાનાગારના ત્રણ પ્રશ્નો (૩) મનીષભાઇ રાડિયાએ ટી.પી.એ રમત-ગમત માટે ભાડે આપેલા મેદાનો તથા બાગબગીચાના બે પ્રશ્નો (૪) નિલેશભાઇ જલુએ રોશની અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના બે પ્રશ્નો (૫) નિતીનભાઇ રામાણીએ બે પ્રશ્નો (૬) ભાનુબેન સોરાણીએ કોવિડ વેકસીનેશન, કોરોના કેસ, કોરોના મૃત્યુ વગેરે સહિત ૩ પ્રશ્નો પૂછયા છે. (૭) અનીતાબેન ગોસ્વામીએ - ૨ (૮) ભાવેશભાઇ દેથરીયાએ - ૨ (૯) જીતુભાઇ કાટોડીયા - ૨, (૧૦) નેહલભાઇ શુકલ - ૨, (૧૧) ચેતનભાઇ સુરેજા - ૨ (૧૨) જયમીનભાઇ ઠાકર - ૨ (૧૩) નીરૂભા વાઘેલા - ૨ (૧૪) બાબુભાઇ ઉધરેજા - ૨ પ્રશ્નો પૂછેલ છે.

આમ, ભાજપના ૧૨ તથા કોંગ્રેસના ૨ મળી કુલ ૧૪ કોર્પોરેટરોએ ૩૦ પ્રશ્નો જનરલ બોર્ડમાં રજૂ કર્યા છે.

(4:14 pm IST)