Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

'દો ગજ કી દુરી, માસ્ક જરૂરી'... વડાપ્રધાનશ્રીના નારાનો મુખ્યમંત્રીના હોમટાઉનમા ભાજપે જ છડેચોક કર્યો ભંગ !!

શહેરની નિર્દોષ જનતા અને વેપારીઓને કોરોનાના દંડનો કોરડો વિજીં લુંટતી પોલીસ ભાજપના કાર્યક્રમમાં મુક પ્રેક્ષકઃ ડો.હેમાંગ વસાવડા-ગાયત્રીબા વાઘેલા

રાજકોટ, તા., ૯:   મુખ્યમંત્રીના હોમ ટાઉનમા ગઈકાલે ભાજપના યુવાનેતાને આવકારવા પોલીસની હાજરીમા કોરોનાની ગાઇડ લાઇન-નિયમો નો ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામા આવ્યો જે શહેરની શાણી જનતા જોઈ રહી છે. તેવું એક નિવેદનમાં કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડા અને પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે.

લોકશાહીમા મોંઘવારી સહીત ના વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ કરતા આગેવાનોને જેલમા ધકેલતી પોલીસ  અને છાસવારે જાહેરનામાના નામે દુકાનો બંધ કરવામા થોડુ પણ મોડુ થાય કે કોઈ કારણોસર કર્ફ્યુમા નજરે ચડો કે પછી માસ્ક  પહેરવામા ક્ષતિ હોય તો દંડ અને દંડાવાળી કરતી પોલીસ કાલની ઘટનામા બધાજ નિયમો-કાયદાનો અમલ કોરાણે મુકી જનતાની નોકરી છોડી ભાજપ ની નોકરી કરતી નજરે પડી હતી.  ભાજપ ના કાર્યકરો, આગેવાનો ઉત્સાહના ઉન્માદમા મુખ્યમંત્રીના હોમ ટાઉનમા તેમના જ નેતાઓની શિખામણ ભુલી કોરોના મહામારીને નિમંત્રણ આપતા હોય તે રીતે ફરતા નજરે પડયા ત્યારે 'વાડ  ચિભડા ગળે તો ફરિયાદ કોને કરવી ?' જેવી સ્થિતી  નિર્માણ પામ્યાનું  બન્ને આગેવાનોએ  જણાવ્યું હતું.

(3:50 pm IST)