Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અદ્દભૂત, અલૌકિક, અદ્વિતિય પૂરીની જગન્નાથ રથયાત્રા

રાજા ઇન્દ્રદ્યુમને ભગવાન જગન્નાથ પ્રસન્ન થયેલાઃ પુરી મંદિરની જે મૂર્તિઓ છે તે ભગવાન વિશ્વકર્માએ ઘડી છે! : અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત નરસિંહ દાસજીએ જગન્નાથપુરી જેવી જ રથ યાત્રા અમદાવાદમાં કાઢવાની મહેચ્છા કરતા ઇ.સ.૧૮૭૮ થી અહિં રથયાત્રાની શરૂઆત થઇ : પુરીમાં રથના નિર્માણ માટે વિશેષ પ્રકારના નાળિયેરના લાકડાની પસંદગી વસંત પંચમીથી શરૂ થાય છેઃ શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી માટે ૪૫, ૪૪ અને ૪૩ ફુટ ઉંચા ત્રણ રથ તૈયાર કરવામાં આવ્યા છે : ૧૬, ૧૪ અને ૧૨ પૈડા વાળા રથોને શણગારવામાં લગભગ ૧૦૯૦ મીટર કાપડની જરૂર પડે છે! : જગન્નાથ પુરીમાં રથયાત્રાનો તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે જેમાં અષાઢી સુદ બીજ થી ચાલતી આ રથયાત્રા મહોત્સવ અષાઢ સુદ દશમનાં એમ નવ દિવસ સુધી ચાલે છે : ચાર લાખ ચોરસ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલો અને લગભગ ૨૧૪ ફુટ ઉંચો જગન્નાથ મંદિરનો મુખ્ય ગુંબજનો પડછાયો કયારેય પૃથ્વી પર પડતો નથી! મંદિરની ઉપર સ્થાપિત ભવ્ય લાલ ધ્વજ હંમેશા પવનની વિરૂદ્ધ દિશામાં જ લહેરાતો રહે છે! : જગન્નાથજીના રથને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે : મંદિરની ઉપરના ગુંબજની આસપાસ હજી સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી. વિમાન પણ તેની ઉપર ઉડી શકતું નથી

સનાતન હિન્દુ ધર્મના આ અનોખા દર્શનનો સૌથી પ્રબળ પુરાવો એ છે જગત પાલક ભગવાન જગન્નાથની અદભૂત, અલૌકિક, અદ્વિતિય રથયાત્રા. આ ઉત્સવ એ એક અનોખો તહેવાર છે, જ્યાં ભગવાન પોતે મંદિરથી ભકતોને મળવા આવે છે અને દરેકને તેમના આશીર્વાદ આપે છે અને સંદેશ આપે છે કે ભગવાનની નજરમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, ના કોઇ શ્રીમંત છે કે ના કોઇ ગરીબ. બધા સમાન છે. પુરીના દરિયાકાંઠે થતાં જગન્નાથ રથયાત્રા મહોત્સવમાં જોવા મળતો આસ્થાનો વૈભવ અદભૂત છે. આવા ભવ્ય ઉત્સવનું આયોજન વિશ્વમાં બીજે કયાંય પણ કરવામાં આવતું નથી. તેથી જ સદીઓથી આ રથયાત્રા ભારત જ નહીં, વિદેશી પર્યટકો માટે પણ આકર્ષણનું મોટું કેન્દ્ર રહ્યું છે. ભલે આ તહેવારનું સંગઠન કોરોના કટોકટી દરમિયાન મર્યાદિત કરવામાં આવ્યું હોય, પરંતુ આ પ્રતિબંધ સહેજ પણ આ મહાયત્રાના મહોત્વને અસર કરી શકતો નથી. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં આ મહાયાત્રાના એક ખૂબ જ અમૂર્ત દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. જે પ્રત્યેક ઉત્કટ ભકતને આ લોકોત્સવ નિમિતે જાણવું અને હૃદયંગમ કરવું જ જોઇએ.

ઓરિસ્સામાં ભગવાન વિષ્ણુ કૃષ્ણની ઉપાસના જ્યારથી શરૂ થઇ ત્યારથી વિષ્ણુ કૃષ્ણના સ્વરૂપ શ્રી જગન્નાથજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. એમ કહેવાય છે કે, 'રાજા ઇન્દ્રદ્યુમને જગન્નાથજીના સાક્ષાત્કારની ઇચ્છા થતાં તેઓએ તપ આદર્યું. ભગવાન પ્રસન્ન થયા અને આકાશવાણી થઇ કે, હું તને તોતીંગ કાષ્ટ સ્વરૂપે મળીશ. તેઓને સાગર કાંઢેથી એક લાકડાનો વિશાળ નયનરમ્ય ટૂકડો મળ્યો. રાજાએ આ ટૂકડામાંથી મૂર્તિઓ બનાવવા સુથારોને બોલાવ્યા પરંતુ સુથારોના અનેક પ્રયત્નો છતાં ઓજારો તૂટતા ગયા. છેવટે પરમેશ્વર વૃદ્ધ સુથાર રૂપે પધાર્યા અને શરત મૂકી કે, મને એક ખાલી રૂમ આપો અને હું મૂર્તિ ઘડતો હોઉં ત્યારે કોઇએ પણ આવીને મને ખલેલ ન પહોંચાડવી. રૂમમાં કોઇ અવાજ ન આવતો હોઇ રાજાએ અધીરા થઇ રૂમ ખોલ્યો ત્યારે મૂર્તિઓ લગભગ તૈયાર થઇ ગયેલી પરંતુ વૃદ્ધ સુથાર અદ્રશ્ય થઇ ગયા. આ વૃદ્ધ સુથાર સ્વરૂપે ભગવાન શ્રી વિશ્વકર્મા સ્વંય પધારેલા! આજથી ૧૪૩ વર્ષ પૂર્વે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત નરસિંહ દાસજીએ ભકતજનોના વિશાળ સમુદાયને જણાવ્યું કે, મારે જગન્નાથપુરી જેવી જ રથ યાત્રા અમદાવાદ શહેરમાં કાઢવાની મહેચ્છા છે. ભકતજનોએ હર્ષનાદથી તેમને વધાવી સ્વીકૃતિ આપી હતી. ઇ.સ.૧૮૭૮ થી આ રથયાત્રા અષાઢી બીજના અમદાવાદના અમુક ધોરીમાર્ગો પરથી પસાર થાય છે. અષાઢી બીજ એ કચ્છીઓનું નવું વર્ષ હોય રાજાશાહીના સમયમાં કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પ્રાગમહેલમાં ઉજવણી કરાતી હતી તે સમયે મહેલમાં તોરણો બાંધીને સજાવટ કરાતી. નગરજનો રાજાને શુભેચ્છા આપવા આવતા.

શાસ્ત્રીય અર્થઘટન મુજબ, લોકપાલકનો આ અનોખો રથ આ ચાર પગ, મન, બુદ્ધિ, ચિત અને અહંકારના સંતુલિત સંકલન પર નિર્ભર છે. આવા રથ આકારના શરીરમાં ભગવાન જગન્નાથ આત્માના રૂપમાં રહે છે. હકીકતમાં, આ રથયાત્રા શરીર અને આત્માના જોડાણને સૂચવે છે.

સદીઓથી ઓડિસાના શ્રી જગન્નાથ મંદિરમાં આ કાષ્ઠની મૂર્તિઓની  પૂજા કરવામાં આવે છે. શ્રી હરિની આ દસ દિવસીય લોકાયાત્રા અષાઢ શુકલ પક્ષ દ્વિતીયાથી શરૂ થાય છે, પરંતુ રથના નિર્માણ માટે વિશેષ પ્રકારના નાળિયેર ના લાકડાની પસંદગી વસંત પંચમીથી શરૂ થાય છે. ત્યારબાદ અક્ષય તૃતિયાથી રથનું નિર્માણ વિશેષ ધાર્મિક વિધિઓથી શરૂ થાય છે. ખાસ વાત એ છે કે આ વિશાળ રથના નિર્માણમાં કોઈ ધાતુના નખ અને કાંટા વપરાતા નથી. તમને જણાવી દઈએ કે પુરીની રથયાત્રા માટે અનુક્રમે શ્રી જગન્નાથજી, તેમના મોટા ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે ૪૫, ૪૪ અને ૪૩ ફુટ ઉંચા ત્રણ રથ તૈયાર કરવામાં આવ્યા છે.

જગન્નાથજીનો રથ નંદિગોષ ૧૬ પૈડાંથી બનેલો છે, બલભદ્રનો રથ તલધ્વાજા ૧૪ પૈડાથી બનેલો છે અને સુભદ્રાનો રથ દેવદલાન ૧૨ પૈડાથી બનેલો છે. આ રથોને શણગારવામાં લગભગ ૧૦૯૦ મીટર કાપડ ની જરૂર પડે છે. લાલ કપડા ઉપરાંત જગન્નાથજીનો રથ પીળા કપડાથી મઢાય છે. જ્યારે બલભદ્રનો રથ વાદળી છે અને સુભદ્રાનો રથ કાળા કપડાથી મઢાય છે. જે દોરડા થી ખેંચવામાં આવે છે તેને સ્વર્ણચુડા કહે છે. અષાઢ શુકલ પક્ષ દ્વિતીયાના દિવસે પ્રાર્થના કર્યા પછી, આ ત્રણેય ભાઈ-બહેનો મંદિર છોડીને વિશાળ રથ પર સવાર થાય છે અને ભકતોની વચ્ચે જાય છે. જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિર અને ત્યારબાદ જગન્નાથ મંદિર સુધીની આ યાત્રા એકાદશી તિથિએ પૂર્ણ થાય છે. જગન્નાથ પુરીમાં રથયાત્રાનો તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે જેમાં અષાઢી સુદ બીજ થી ચાલતી આ રથયાત્રા મહોત્સવ અષાઢ સુદ દશમનાં એમ નવ દિવસ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી ચાલતી આ યાત્રા બે કિલોમીટર દુર આવેલા ગુંડીચા મંદિર પર સમાપ્ત થાય છે જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસો સુધી વિશ્રામ કરે છે. અષાઢ સુદ દશમનાં દિવસે ફરીથી પાછા વળવાની યાત્રા થાય છે જે 'બહુડા યાત્રા'ના નામે પ્રચલિત છે. અહીંની રથયાત્રામાં એક રસપ્રદ વિધિ છ ે 'પહિંદ વિધિ' જેમાં ગજાપતિ રાજા ધાર્મિક વિધિ પ્રમાણે શણગારેલી ડોલીમાં આવીને રથયાત્રાના સ્થાને આવે છે. રથયાત્રા શરૂ થતાં પહેલાં રથયાત્રા જવાના રસ્તાને ચોખ્ખો કરવાં માટે રાજા પોતે સોનાની સાવરણી થી અમુક અંતર સુધીનો રસ્તો સાફ કરે છે. રાજા પોતાને ભગવાનનો સેવક માની આ પરંપરાને નિભાવે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યકિત ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશકિતશાળી સમ્રાટ કે સામાન્ય ભકત વચ્ચે કોઈ ભેદ હોતો નથી.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી 'બડા ડન્ડા' તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર 'રથયાત્રા' તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે. પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે. જગન્નાથનાં આ વિશાળ રથોને રથયાત્રા સમયે ખેંચવાની ક્રિયા પરથી અંગ્રેજી ભાષામાં  ''Juggernaut ''(જગરનોટ) શબ્દ રચાયો છે. જગન્નાથ પુરીમાં રથયાત્રા નો તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે જેમાં અષાઢી સુદ બીજ થી ચાલતી આ રથયાત્રા મહોત્સવ અષાઢ સુદ દશમનાં એમ નવ દિવસ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી ચાલતી આ યાત્રા બે કિલોમીટર દુર આવેલા ગુંડીચા મંદિર પર સમાપ્ત થાય છે જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસો સુધી વિશ્રામ કરે છે. અષાઢ સુદ દશમનાં દિવસે ફરીથી પાછા વળવાની યાત્રા થાય છે જે બહુડા યાત્રા ના નામે પ્રચલિત છે. અહીંની રથયાત્રામાં એક રસપ્રદ વિધિ છે પહિંદ વિધિ જેમાં ગજાપતિ રાજા ધાર્મિક વિધિ પ્રમાણે શણગારેલી ડોલીમાં આવીને રથયાત્રાની સ્થાને આવે છે. રથયાત્રા શરૂ થતાં પહેલાં રથયાત્રા જવાના રસ્તાને ચોખ્ખો કરવાં માટે રાજા પોતે સોનાની સાવરણી થી અમુક અંતર સુધીનો રસ્તો સાફ કરે છે. રાજા પોતાને ભગવાનનો સેવક માની આ પરંપરાને નિભાવે છે.

જગન્નાથજીની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા. વધુમાં, ઈ.સ. ૧૧૫૦ આસપાસ ગંગા સામ્રાજ્યનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.૧૩૧૬-૧૩૧૮ દરમિયાન ભારતની મુલાકાત લીધેલી, માર્કો પોલો પછી આશરે ૨૦ વર્ષે. તેણે ૧૩૨૧માં લખેલી પોતાની યાત્રાનોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પુજ્યોને (મૂર્તિઓને) રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને મંદિરમાંથી ગાતાં વગાડતા લઈ જતા.

મૂળભૂત રીતે રથયાત્રા સમુદાયનો તહેવાર છે. આ પ્રસંગે ઘરોમાં પૂજા-અર્ચના થતી નથી અને ઉપવાસ પણ કરવામાં આવતા નથી. અહીં કોઈ જાતિ ભેદભાવ નથી. જગન્નાથજીને આપવામાં આવતા ચોખા ક્યારેય અશુદ્ધ હોતા નથી, તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ કહ્યું છે કે જે ભકત આ રથયાત્રામાં ભાગ લે છે, પુનર્જન્મના ચક્રમાંથી મુકિત મેળવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.

એ જાણવું રસ-દ રહેશે કે સ્કંદ પુરાણમાં જગન્નાથ પુરીને પૃથ્વીમાં વૈકુંઠ નામ આપવામાં આવ્યું છે. જેની ગણના ભારતના સૌથી પ્રાચીન સાત શહેરોમાં થાય છે. આ મંદિરના વિવિધ ચમત્કારો આજે પણ લોકોને આશ્ચર્ય પમાડે છે. ઉદાહરણ તરીકે, ચાર લાખ ચોરસ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલો અને લગભગ ૨૧૪ ફુટ ઉંચો આ મંદિરનો મુખ્ય ગુંબજનો પડછાયો કયારેય પૃથ્વી પર પડતો નથી. શ્રી જગન્નાથ મંદિરની ઉપર સ્થાપિત ભવ્ય લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો રહે છે. કોઈપણ સ્થળેથી તમે મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર જોશો, તો તમે તેને હંમેશા તમારી સામે જ હોય તેમ જોઇ શકશો. મંદિરની ઉપરના ગુંબજની આસપાસ હજી સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી. વિમાન પણ તેની ઉપર ઉડી શકતું નથી. આ દૈવી મંદિરનો આકાર દક્ષિણ દિશાના શંખ જેવો છે, જે દરિયાના પવિત્ર જળ દ્વારા સતત ધોવામાં આવે છે. તમે મંદિરના સિંહ દ્વાર પર પહેલું પગલું ભરો તે સાથે જ દરિયાની ગર્જના સંભળાતી અટકી જાય છે. અહીંનું રસોડું એ વિશ્વની એક અનોખું રસોડું છે જેમાં સ્ટોવ પરના માટીના વાસણોમાં આખા ભોજનનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ રસોડામાં ખાવાનું કયારેય ઘટતું નથી, તેથી જ તેના માલિકને જગન્નાથ કહેવામાં આવે છે. મંદિરના રસોડામાં, પ્રસાદ રાંધવા માટે એક બીજા પર સાત વાસણો મૂકવામાં આવે છે અને લાકડા પર બધું રાંધવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ઉપરના વાસણમાં રહેલા તત્વો પહેલા રંધાઇ છે અને પછી નીચેની બાજુ એક પછી એક અનાજ પાજે છે. એટલે કે, સૌથી ઉપરના વાસણનો ખોરાક સૌપ્રથમ રાંધવામાં આવે છે. છે ને ચમત્કાર!

  • વિશ્વની સૌથી મોટી રસોઈઃ ''મહાપ્રસાદ''બને છે જગન્નાથપુરીમા!

જગન્નાથ મંદિરનું એક મોટું આકર્ષણ હોય છે અહીંની રસોઈ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈ 'મહાપ્રસાદ'ના રૂપમાં માનવામાં આવે છે. આ મંદિર દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત છે. આ રસોઈમાં ભગવાન જગન્નાથ માટે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે. આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવવામાં આવતા મહાપ્રસાદને તૈયાર કરવામાં લગભગ ૫૦૦ રસોઈયાઓ અને તેમના ૩૦૦ સહયોગીઓ કામ કરે છે. એવી માન્યતા છે કે આ રસોઈમાં જે પણ ભોગ બનાવવામાં આવે છે તેનું નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં જ થાય છે. અહીં બનાવવામાં આવતા દરેક પકવાન હિન્દુ ધર્મ પુસ્તકોના દિશા-નિર્દેષો પ્રમાણે જ બનાવવામાં આવે છે. ભોગ પૂર્ણતઃ શાકાહારી હોય છે. ભોગમાં કોઈપણ પ્રકારે ડુંગળી કે લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો. ભોગને મોટાભાગે માટીના વાસણોમાં જ ઉપયોગ કરવામાં આવે છે.

રસોઈની પાસે જ બે કૂવા છે જેને ગંગા અને યમુના કહેવામાં આવે છે. માત્ર તેમાંથી કાઢવામાં આવેલ પાણીથી જ ભોગ તૈયાર કરવામાં આવે છે. આ રસોઈમાં ૫૬ પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે ભોજનની માત્રા આખા વર્ષ માટે રહે છે. પ્રસાદની થોડી પણ માત્રા કયારેય નકામી જતી નથી, પછી તે હજારો લોકોથી ૨૦ લાખ લોકોને ખવડાવી શકાય છે. મંદિરમાં ભોગ લગાવવા માટે ૭ માટીના વાસણ એક બીજા ઉપર રાખવામાં આવે છે અને લાકડા ઉપર પકાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપર રાખેલ વાસણનો ભોગ સામગ્રી સૌથી પહેલા પાકે છે પછી ક્રમશઃ નીચેની તરફ એક પછી એક ભોગને તૈયાર થાય છે.!

  • આ રીતે શરૂ થઈ હતી રથયાત્રાની પરંપરા

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા ઘણી જૂની છે. આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક લોકકથાઓ પણ પ્રચિલત છે. તે પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઈન્દ્રદ્યુમે શરૂ કરી હતી. કળયુગના શરૂઆતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઈન્દ્રદ્યુમનું શાસન હતું. તે ભગવાન જગન્નાથનો ભકત હતો. એક દિવસ ઈન્દ્રદ્યુમ ભગવાનના દર્શન કરવા નીલાંચલ પર્વત ઉપર ગયા તેને ત્યાં દેવ મૂર્તિના દર્શન ન થયા. નિરાશ થઈને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે ભવિષ્ણવાણી થઈ કે ખૂબ જ જલ્દી ભગવાન જગન્નાથ મૂર્તિના સ્વરૂપમાં ફરી ધરતી ઉપર આવશે. આ સાંભળીને તે ખુશ થયો. એકવાર જ્યારે ઈન્દ્રદ્યુમ પુરીના સમુદ્ર તટ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તેને સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા તરતા દેખાયા. ત્યારે તેને ભવિષ્ણવાણીની યાદ આવી અને વિચાર્યું કે આ લાકડાથી જ ભગવાનની મૂર્તિ બનાવશે. રાજા ઈન્દ્રદ્યુમે ભગવાન વિશ્વકર્મા નિર્મિત આ ત્રણ મૂર્તિઓનું વિશાળ મંદિર બનાવ્યું અને ત્રણે મૂર્તિને ત્યાં સ્થાપિત કરી. ભગવાન જગન્નાથે મંદિર નિર્માણના સમયે રાજા ઈન્દ્રદ્યુમને બતાવ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમી ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે ઈન્દ્રદ્યુમે અષાઢ શુકલ દ્વિતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમી જવાની વ્યવસ્થા કરી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી આવી રહી છે. એક અન્ય મત પ્રમાણે સુભદ્રાએ દ્વારિકા દર્શનની ઈચ્છા પૂરી કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામે અલગ-અલગ રથોમાં બેસાડીને યાત્રા કરી હતી. સુભદ્રાની નગર યાત્રાની યાદમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે.

  • કળયુગનું પવિત્રધામ છે જગન્નાથપુરી

હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં ચાર ધામોમાં એક યુગનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારે કળયુગનું પવિત્ર ધામ જગન્નાથ પુરી માનવામાં આવે છે. તે ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે. જેનું પુરાતન નામ પુરૂષોત્તમ પુરી, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. ઓરિસ્સા કે ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથ છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રીકૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ, ભગવાન જગન્નાથનો જ અંશ સ્વરૂપ છે. એટલા માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્વર માનવામાં આવ્યા છે.

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:12 pm IST)