Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ગુજરાત બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલની પ્રદેશ લીગલ સેલના સંયોજક (કન્વીનર) તરીકે નિમણૂંક

રાજકોટ તા. ૯ : શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ અને ગુજરાતના પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજના જુનીયર દીલીપ પટેલની પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલના સંયોજક તરીકે દીલીપ પટેલની પાંચમી વખત નિમણુંક કરતા ગુજરાતભરના વકીલોમા આનંદની લાગણી ફેલાયેલ છે.

સને-૨૦૦૭થી ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બર તરીકે ચુંટાયા બાદ દીલીપ પટેલ બીજી બે ટર્મમાં ગુજરાતમા સૌથી વધુ મતે ગુજરાતમા ચુંટાઈ અને ઐતીહાસીક જીત હાંસલ કરેલ હતી. દીલીપ પટેલ વકીલોના પ્રશ્ને સતત જાગૃત રહી હંમેશ લડત અને રજુઆત કરતા લોકપ્રીયતા ખુબ જ વધી ગયેલ હતી. વકીલોના પ્રશ્ને હંમેશા અગ્રેસર વકીલના પ્રશ્ને સુખમા સુખી અને દુઃખમાં દુઃખી એવા દીલીપ પટેલની પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલના સંયોજક (કન્વીનર) તરીકે નિમણુંક થતા વકીલોમા ખુશીની લાગણી ઉભી થયેલ છે.

ભા.જ.પ.ના દીલીપ પટેલ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર તરીકે ચુંટાયા બાદ દેશના ૨૦ લાખ વકીલોના પ્રશ્નો અને ગુજરાતના વકીલોમા પ્રશ્નો ઉકેલવામાં અગ્રેસર રહેલ હતા. પ્રદેશ ભા.જ.પ. શહેર ભા.જ.પ.ના પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયા, ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, ડે. મેયર દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, ભા.જ.પ. લીગલ સેલના હીતેશ દવે, બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા, કિમીનલ બારના પ્રમુખ હીતુભા જાડેજા, રેવન્યુ બારના પ્રમુખ સી.એચ. પટેલ, નોટરી બાર એસો. ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ વિગેરે એ દીલીપ પટેલને અભિનંદન પાઠવેલ હતા.

(1:03 pm IST)