Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

BSNLના ૬૫ હજાર કર્મચારીઓના ફરી દેશવ્યાપી આંદોલનના મંડાણ : ૧૫મીએ દેખાવો : ૨૮મીએ ૧ દિ'ની હડતાલ

૪જી સેવા - નિયમીત પગાર - DOT દ્વારા તાત્કાલિક ૩૯ હજાર કરોડની ચૂકવણી - ત્રીજા પગાર સુધારણા સહિતના પ્રશ્નો

રાજકોટ તા. ૯ : બીએસએનએલના રાજકોટ સહિત દેશભરના ૬૫ હજાર કર્મચારીઓએ ફરી આંદોલનની જાહેરાત કરી છે, મહત્વના એક ડઝન પ્રશ્નો અંગે નિરાકરણ નહિ આવતા સરકાર - મેનેજમેન્ટ કોઇ નિર્ણય ન લેતુ હોય તમામ યુનિયનોના બનેલા જોઇન્ટ ફોરમ એયુએબી દ્વારા આંદોલનની જાહેરાત કરાઇ છે અને મેનેજમેન્ટને જાણી કરી દેવાઇ છે.

આ આંદોલન મુજબ આગામી ૧૫મીએ રાજકોટના જયુબેલી એક્ષચેન્જ સહિત દેશભરમાં કર્મચારીઓ ઉગ્ર દેખાવો - ધરણા - સૂત્રોચ્ચાર કરશે અને આમ છતાં નિવેડો નહી આવે તો ૨૮મીએ દેશ વ્યાપી ૧ દિ'ની હડતાલની જાહેરાત કરાઇ છે.

યુનિયન અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે અમારા એક પણ પ્રશ્ન હલ થયા નથી, જૂન મહિનાનો હજુ પગાર પણ થયો નથી.

એયુએબીની માંગણીઓ

બીટીએસના અપગ્રેડેશન દ્વારા 4G સેવા તાત્કાલીક શરૂ કરવી. અને 5G સેવા શરૂ કરવા માટે પગલાં લેવા.  જૂન, ૨૦૨૧ ના મહિનાના બાકી પગારની તાત્કાલિક ચૂકવણી અને દર મહિનાની છેલ્લી તારીખે પગારની ચૂકવણી કરવી.  ભારત સરકારની યોજના મુજબ બીએસએનએલના ટાવર્સ અને ઓપ્ટિકલ ફાઇબરનું મુદ્રીકરણ કરવું નહીં. ડીઓટી દ્વારા બીએસએનએલને બાકી રકમ  રૂ.૩૯,૦૦૦ કરોડની તત્કાલ ચૂકવણી. જમીનોના મુદ્રીકરણ મારફતે બીએસએનએલના દેવા ચૂકવવાના પ્રયાસો બંધ કરવા તાત્કાલિક પગલાં. કલસ્ટર આધારિત આઉટસોર્સિંગ સિસ્ટમની સંપૂર્ણ સમીક્ષા. ત્રીજા પગાર સુધારણા, પેન્શન સુધારણા અને નિવૃત્ત્િ। લાભો (એસએબી)ને સીધા ભરતી કરાયેલા કર્મચારીઓના ૩૦ ટકા સુધી તાત્કાલિક સમાધાન. બીએસએનએલની એફટીટીએચ સેવાની ગુણવત્તા સુધારવા માટે ઝડપી પગલાં. બીટીએસની ત્વરિત જાળવણી, પાવર પ્લાન્ટ્સની યોગ્ય જાળવણી તેમજ બેટરીની ઉપલબ્ધતા. ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવો.

(1:02 pm IST)