Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રામધામથી પરિમલ સ્કુલ સુધીનો મુખ્ય રસ્તો બંધ કરાશેઃ ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાશે

કાલાવડ રોડ પર કે.કે.વી ચોક થી જડ્ડુસ ચોક તરફ બ્રિજના પિલરના પાયાનું કામ શરૂ

કેકેવી ચોકમાં નિર્માણ પામનાર સેકન્ડ ફલાય ઓવર બ્રીજની ઝલક

રાજકોટ,તા.૮: શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મ.ન.પા. દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જે અન્વેય કાલાવડ રોડ પર રામધામથી જડ્ડુસ ચોક તરફ બ્રિજના પિલરના પાયાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે ત્યારે કે.કે.વી ચોક થી પરિમલ સ્કુલનો મુખ્ય રસ્તો બંધ રાખી બે- ત્રણ દિવસમાં સર્વિસ રોડ તરફ ટાફિકને શિફટ કરવામાં આવનાર હોવાનું મ.ન.પા. તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે અંદાજે રૂ. ૧૨૯.૫૩ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે. બ્રિજની લંબાઈ ૧૧૫૨.૬૭ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૧૮.૭૩ મિટર અને કોટેચા ચોક તરફ ૧૨૪.૯૪ મિટર છે.આ ડીઝાઇન મુજબ કાલાવડ રોડ ઉપર પ્રીન્સેશ સ્કુલથી ફલાય ઓવર શરૂ થશે જે કે.કે.વી. ચોકના હયાત ફલાય ઓવરની ઉપરથી પસાર થશે અને સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ પાસે પૂરો થશે. આ નવો ફલાય ઓવરબ્રીજ ૧૫.૫૦ મીટર પહોળો અને ૧૧૦૦ મીટર લાંબો થશે. આ બ્રીજની બંને બાજુએ ૬-૬ મીટરનાં બે સર્વિસ રોડ બનાવાશે.

(3:02 pm IST)