Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનની લાલ આંખ: ખેતલા આપા ટી સ્ટોલ,મોમાઈ હોટલ,રાધે હોટલ ,કિસ્મત હોટલ ,ખોડિયાર હોટલ,અને શક્તિ હોટલ ત્રણ દિવસ સીલ કરાઈ

પાર્સલનાં નિયમોનો ઉલાળિયા કરતાં અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ મ્યુનિ, કોર્પોરેશનની કાર્યવાહી

રાજકોટ : શહેરના અમુલ સર્કલ 80 ફૂટ રોડ પર આવેલ ખેતલા આપા ટી સ્ટોલ,અટિકા ફાટક પાસે આવેલ રાધે હોટલ,રૈયા ચોકડી પાસે આવેલ મોમાઈ હોટલ,હનુમાન મઢી પાસેની કિસ્મત હોટલ ફુલછાબ ચોક ખાતે આવેલ ખોડીયાર ટી સ્ટોલ  તેમજ ડિલક્સ ચોક કુવાડવા રોડ પર આવેલ શક્તિ હોટલ પર લોકો એકઠા થતા પાર્સલનાં નિયમોનો ઉલાળિયા કરતાં મ્યુનિ. કોર્પોરેશનની જગ્યા દબાણ શાખાએ  ત્રણ દિવસ સીલ  કરી છે એક કાઉન્ટર પર કબ્જે કરેલ છે

(10:08 pm IST)