Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કાનુડા મિત્ર મંડળના રૂપલબેન રાકેશભાઇ રાજદેવ સામે કોરોના હાર્યોઃ અઠવાડિયામાં જ સાજા થઇ ગયા

સ્ટાર સિનર્જી હોસ્પીટલેથી સેલ્ફ ડ્રાઇવ કરી રૂપલબેન ઘરે પહોંચયા

રાજકોટ તા. ૯ : શહેરના રઘુવંશી વેપારી આગેવાન શ્રી રાકેશભાઇ રાજદેવના ધર્મપત્ની અને કાનુડા મિત્ર મંડળના હોદ્ેદાર શ્રીમતી રૂપલબેન રાકેશભાઇ રાજદેવનો કારોના પોઝીટીવ રીપોર્ટ ગત શનીવારે સાંજે આવ્યો હતો તેઓને સ્ટાર સિનર્જી કોવિડ-૧૯ હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી હતી જયા તેઓના છેલ્લા બે રીપોર્ટ નેગેટીવ આવતા રૂપલબેનને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરાયા હતા અને તેઓને હોસ્પીટલેથી રજા અપાયા બાદ તેઓએ પોતાની કાર સેલ્ફડ્રાઇવ કરીને ઘરે પહોંચ્યા હતા આમ રૂપલબેન કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરત ઘરે પહોંચતા તેઓના પરિવારજનો-શુભેચ્છકોમાં હર્ષ છવાયો હતો તસ્વીરમાં કાર ડ્રાઇવ કરી રહેલા ત્થા નિવાસસ્થાને બગીચામાં બેઠેલા રૂપલબન દર્શાય છે નોંધનીય છે. કે ખાનગી કોવિડ-૧૯ હોસ્પીટલ સ્ટાર સીનર્જીમાં ૪ અને પરમ હોસ્પીટલમાંથી ર એમ કુલ ૬ દર્દીઓ સાજા થતા તેઓને ડીસ્ચાર્જ કરાયા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:04 pm IST)