Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોનાને હરાવવા કોર્પોરેશન કરશે ૪૦ તબીબોની ભરતી

૩ર ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાયાઃ પસંદગી પામનાર ધનવંતરી રથમાં હંગામી ૩ મહિના ફરજ બજાવશેઃ ૩૩ હજારનો પગાર

રાજકોટ, તા., ૯: રાજકોટ સહીત સમગ્ર દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે આવનાર દિવસોમાં હાલત ગંભીર ન બને તે માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ૪૦ તબીબોની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પસંદગી પામનાર ડોકટરો શહેરમાં ફરતા પ૦ ધનવંતરી રથમાં ફરજ બજાવશે .

આ અંગે મ્યુ. કમીશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોના ને મ્હાત આપવા આરોગ્ય  શાખામાં ૪૦ ડોકટરોની ભરતી કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે પસંદગી પામનાર તબીબી શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન અને ગીચ વિસ્તારોમાં શરૂ કરાયેલ  ૫૦ ધનવતંરી રથમાં ફરજ બજાવશે. આ તબીબો ૩ મહિનાના હંગામી ધોરણે ૩૩ હજારનાં પગારે કરવામાં આવશે. હાલ ૩ર ઉમેદવારોના ઇન્ટરવ્યું લેવામાં આવ્યા છે. વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સરકારના માર્ગદર્શન મુજબ શહેરનાં ૧૬ લાખ હોમીયોપેથી દવાનું વિતરણ કરવામાં આવનાર છે.

(3:57 pm IST)