Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજકોટમાં કોરોનાના પાંચ દિ'માં ૧૦૦ કેસઃ આજે વધુ ૮ સાથે કુલ ૩૦૨

આજે કોઠારીયા, સંતકબીર રોડ સહીતના વિસ્તારોમાં સવારે ૮ કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ

રાજકોટ, તા., ૯: શહેરમાં કોરોના સંક્રમણ વધી રહયું છે અને હવે સંક્રમણે ગતી પકડી છે કેમ કે છેલ્લા પ દિવસમાં કોરોનાનાં ૧૦૦ કેસ શહેરમાં નોંધાઇ ચુકયા છે અને કુલ ૩૦ર કેસ થઇ ચુકયા છે. જયારે આજે સવારે વધુ ૮ કેસ નોંધાયા હતા.

આ અંગે જીલ્લા આરોગ્ય તંત્રમાંથી જાણવા મળ્યા મુજબ છેલ્લા પ દિવસમાં એટલે કે ૪ જુલાઇથી આજ દિન સુધીમાં સીધા જ ૧૦૦ કેસ નવા આવી ગયા છે.

જેમાં આજે શહેરના કોઠારીયા રોડ તથા સંત કબીર રોડ વગેરે વિસ્તારોમાંથી ૮ જેટલા કેસ સવારે મળી આવ્યા હતા. જેના નામ સરનામા સતાવાર રીતે સાંજે જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે માર્ચ મહીનાથી આજ સુધીમાં ૩૦ર કેસ નોંધાઇ ગયા છે.

જેમાં પ્રથમ બે મહીના કોરોના માત્ર ૧ વિસ્તાર પુરતો જ હતો અને બાકીનું શહેર સુરક્ષીત રહેલ પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ શહેરભરમાં કોરોના પ્રસરવા લાગ્યો અને એપ્રીલમાં-મે મહીનામાં કેસ ૧૦૦ સુધી પહોંચ્યા ત્યાર બાદ જુનમાં ડબલ થઇ ગયા અને હવે જુલાઇમાં તો અઠવાડીયામાં જ ૧૦૦ કેસ થવા લાગ્યા છે ત્યારે હવે લોકોએ સ્વયંભુ કાળજી લેવી જરૂરી છે.

(3:53 pm IST)