Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

૧૦૦ જેટલી બિમારીમાં ઉપયોગી ગીલોયની ખેતી કરો

આયુર્વેદની દ્રષ્ટિએ લીમડા પરની ગીલોય વધારે ગુણકારી : ઘરની દિવાલ કે છત અથવા મંદિરમાં, શેરી, મેદાનમાં પણ ઉછેરી શકાય : ઝાડની ફરતે ચાર- પાંચ ટુકડા રોપી દેવામાં આવે તો વેલ બની જશેઃ વેલાની જાડાઈ અંગુઠા જેટલી દળદાર થઈ જાય ત્યારે તેને કાપી નાખવું : લોહીના પ્લેટલેટ વધારવા માટે પણ ગીલોય ખૂબ જ ઉપયોગી

ગીલોયની ઉત્પતિની દંતકથા

રામાયણના યુદ્ઘ વખતે વાનરસેનાને સજીવન કરવા દેવોએ અમૃત પાયેલુ ત્યારે જે બુંદ જમીન પર પડેલા તેમાંથી ગીલોઈ ઉગેલી.એટલે ગીલોયને અમૃતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગીલોઈની ખેતી

કોરોના, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી મહામારી પછી દેશ -વિદેશમાં હવે આયુર્વેદનો વપરાશ વધતો જાય છે. આયુર્વેદની જુદી જુદી દવા બનાવવામાં ગીલોય-ગળાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે તેથી ગીલોયની ખેતી તરફ વળવું જોઈએ. ગીલોયની ખેતી કરવા માટે કોઈ વધારાની જમીનની જરૂર પડતી નથી તેના ઉછેર માટે કોઈ ખર્ચ કે મહેનત કરવી પડતી નથી. નારિયેળી, ખજૂરી, આંબા, મલબારી લીમડાની જો ખેતી કરવામાં આવેલી હોય તો દરેક ઝાડની ફરતે ચોમાસા દરમ્યાન ચારથી પાંચ ટુકડા રોપી દેવામાં આવે તો આ ટુકડામાથી વેલ તૈયાર થશે જે ઝાડની ફરતી બાજુએ વીંટળાઈને વેલાના સ્વરૂપમાં આગળ વધશે જયારે વેલાની જાડાઈ અંગૂઠા જેટલી દળદાર થઈ જાય ત્યારે તેને કાપીને વેચી શકાય છે.આમ એક જ ખેડૂત મોટા પ્રમાણમાં ગીલોયનો જથ્થો તૈયાર કરી શકે. ખેડૂતો ખેતરમાં કે સેઢા પર આવેલા કોઈ પણ મોટા ઝાડની ફરતી બાજુએ પણ આ રીતે ગીલોયના વેલા તૈયાર કરી શકે.ગીલોયનો ઘણો બધો જથ્થો તૈયાર થાય. અને બધા ખેડૂતો સાથે મળીને વેંચેતો ખરીદ કરનાર વ્યકિતને પણ ધક્કો ખાવો પોસાય. ઘર પુરતા વપરાશ માટે ઘરની દિવાલ કે છત પર પણ વેલો ચડાવી શકાય છે. મંદિરમાં,શેરીમાં, એપાર્ટમેન્ટમાં કે સ્કુલના ગ્રાઉન્ડમાં પણ ઉછેરી શકાય.જંગલમાંથી જુદી -જુદી ઔષધીઓ જડ્ડીબુટીઓને તથા ગીલોયને એકઠી કરીને પોતાની રોજીરોટી સારી રીતે કમાઈ શકતા લોકોનો પણ એક વર્ગ છે.આ પ્રકારના લોકો ચોમાસા દરમ્યાન જુદા -જુદા ઝાડની ફરતે ગીલોયના ટુકડાને રોપી દેતા હોય છે. જે સમય જતાં વેલાના સ્વરૂપમાં તૈયાર થઈ જતા હોય છે. આ રીતે આ ઊપજનો ક્રમ ચાલ્યા કરતો હોય છે. પોતાની વૃધ્ધિ દરમ્યાન ઝાડને કોઈ પણ પ્રકારનુ નુકસાન કરતી નથી આયુર્વેદની દ્રષ્ટિએ લીમડા પરની ગીલોય વધારે ગુણકારી હોય છે.

આયુર્વેદના રો મટીરીયલની ખરીદી કરનાર

ડો.જયદીપ ડી. ખાંટ M.D.(AYU)

મો.૮૮૬૬૦૧૫૦૨૬

આ.પ્રોફેસર નોબેલ આયુર્વેદ કોલેજ જુનાગઢ

જયદીપભાઇ ગીલોય સહિતની જુદી જુદી ઘણી બધી આયુર્વેદિક ઔષધીના રો મટીરીયલની ખરીદી કરે છે તેઓ પણ ગીલોયની ખેતી કરવાની ભલામણ કરે છે.

ગીલોયના ફાયદા

બાબા રામદેવજીના જણાવ્યા પ્રમાણે લોહીમા રહેલા પ્લેટલેટની સંખ્યા વધારવા માટે ગીલોય-કાઢો અતી ઉપયોગી છે.જેને કારણે રોગ પ્રતિકારક શકિત વધે છે.તેથી કોરોના,ડેન્ગુ અને ચિકનગુનિયામાં ઉપયોગી છે.તે વાત, પિત અને કફ ત્રિદોષ નાશક છે.તેથી ગીલોયના-કાઢાના સેવનથી ઓછામાં ઓછી ૧૦૦ જેટલી બીમારી દૂર થાય છે હૃદયને લગતી તમામ બીમારીમાં પણ ખૂબ જ ઉપયોગી છે. ડાયાબિટીસમા પણ ઉપયોગ કરી શકાય છે શરીરનુ જાડાપણું દુર કરે છે.ગિલોય શરીરમાં રહેલા ઝેરને દૂર કરવામાં મદદ કરે છે. લોહી શુદ્ઘ કરે છે

ડો. જીજ્ઞેશ હરખાણીના જણાવ્યા મુજબ

ભારતીય સાંખ્ય યોગ પ્રમાણે પાંચ મહાભૂત માંથી કડવો સ્વાદ આકાશ તત્વને ઉત્ત્।ેજિત કરે છે જેથી શરીરમાં ઝેરીતત્વો-વિષ દ્રવ્ય બહાર નીકળી શકે ...સંસ્ક્રીત શબ્દ વિષ પરથી લેટિન વિરીઓન આવ્યું તેના પરથી વાઇરસ શબ્દ આવ્યો...આથી તમામ વાઇરસ રોગોમાં રોગપ્રતિકારક શકિત વધારી વાઇરસ થી રક્ષણ મેળવવા ગળો એક પ્રાકૃતિક વેક્ષીનેશન જેવું કામ કરી શકશે...જો તેના ઉપર વધારે વિજ્ઞાનિક સંશોધનો થાય અને વાઇરસ રોગો સામે રક્ષણ અને સારવારમાં ઉપયોગી સિદ્ઘ થાય તો આ ભારતની વિશ્વને મોટામાં મોટી ભેટ હશે...

ગીલોય સાયન્ટીફીક અને અંગ્રેજીનાઃ ટીનોસ્પોરા કર્ડિફોલીઆ છે.(Tinospora Cordifolia)

સંસ્કૃતમાં અમૃત કી જડના નામ થી ઓળખાય છે.તેના પાંદડાનો આકાર હૃદયના આકાર જેવો છે જયારે તેના બીજનો આકાર અર્ધચંદ્રાકાર જેવો હોવાથી તેને હાર્ટ લીવ્ડ મૂનસીડ તરીકે પણ ઓળખવામાં આવે છે.તે ગુડુચીના નામથી પણ જાણીતી છે.

ગીલોઈમા રહેલા કેમીકલ્સ

મોટા ભાગના કેમીકલ રોગપ્રતિકારક શકિત વધારનારા છે.

(૧)આલ્કલોઈડ જેમકે

*બર્બેરીન

રોગ પ્રતિકારક શકિત વધારે છે.તે એન્ટિઓકિસડન્ટ તરીકે કામ કરીને શરીરના હાનિકારક તત્વોનો નાશ કરે છે. ડાયાબિટીસ, હૃદય રોગ, કિડનીના રોગ તથા લીવરના રોગોમાં ઉપયોગી છે. જાડાપણું ઘટાડવામાં ઉપયોગી છે.

*મેગ્નોફ્લોરિન

રોગ પ્રતિકારક શકિત વધારે છે.તે એન્ટિઓકિસડન્ટ તરીકે કામ કરીને શરીરના હાનિકારક તત્વોનો નાશ કરે છે. ડાયાબિટીસમા પણ ઉપયોગી છે.

જેટ્રોરરહાઇઝિન અને પાલ્માટીન બંને ડાયાબિટીસમાં ઉપયોગી છે.

*પાલ્માટીન

શરીરની અંદર બનતા હાનિકારક ''ફ્રી રેડિકેલ્સ''નો પણ નાશ કરે છે.

(૨)ડાયટર્પેનોઇડ જેમકે

*ટાયનોસ્પોરિન

રોગ પ્રતિકારક શકિત પણ વધારે છે.તે એન્ટીવાયરલ છે.

*કોલંબિન

તે આંતરડાંના કેન્સરમાં ઉપયોગી છે.

(૩)ગ્લાયકોસાઈડ જેમકે કોર્ડીફોલીઓસાઈડ્સ

રોગ પ્રતિકારક શકિત પણ વધારે છે.શરીરને હાનિકારક કિરણોથી બચાવે છે.

આ ઉપરાંત તેમાં ઘણાં બધાં સ્ટિરોઇડના કેમીકલો પણ આવેલા છે.

ગીલોયનુ સેવન કરનાર

નિવૃત્ત આચાર્યશ્રી ભુત ભાયાવદર મો.૮૭૮૦૨૦૫૮૫૭

હૃદયની બિમારી માટે ગીલોઇના ટુકડાને સાંજે પાણીમાં પલાળીને સવારે નરણા કોઠે પાણીનુ સેવન કરેછે.

ખાસ નોંધ

પ્રયોગ શરૂ કરતા પહેલા આપણા બંને નિષ્ણાત વૈદ્યરાજોની સલાહ લઈ લેવી. જુદી ઔષધિઓમા ઘણી વખત એકસરખા ગુણ પણ હોય છે તેથી શરીરની તાસીરને અનુરૂપ ઔષધિઓનો ઉપયોગ કરવો પડે.આપણા શરીરના ડોકટર આપણે જ બનવું પડે.

નિષ્ણાંતોની ટીમ

(૧)વૈદ ડો.એલ્વીશ દેત્રોજા

M.D. આયુર્વેદ ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાઘણીયા, મો.૯૪૨૯૭૧૩૭૫૭

(૨)વૈદ ડો.કિરીટ પટેલ

B.A.M.S. આયુર્વેદ જુનાગઢ,

મો.૯૪૨૬૯૯૫૦૮૯

(૩) ડો. દેવાંગ પંડ્યા

M.Pharm Ph.D.(Pharmacognosy)

Dy. Director, School of Pharmacy, RK University

મો.૯૮૯૮૧૬૮૦૩૪

(૪)ડો.જીજ્ઞેશ હરખાણી

M.B.B.S. NDDY ગવર્મેન્ટ હોસ્પિટલ ગાંધીનગર,

મો.૯૫૭૪૦૦૮૧૮૬

(૫)ડો.નૈમિષ જાવિયા

M.B.B.S પીડીયાટ્રિક PG સ્ટુડન્ટ પુના, મો.૭૯૮૪૫૧૯૫૯૫

(૬)વિનોદ કે. પંડ્યા, મો.૯૪૨૮૨૭૪૯૫૦

M.Sc.B.Ed. Botany (૩૦.૭)

લેખક

અશ્વિન ભુવા

મો. ૮૩૨૦૫૫૬૦૧૨

મો. ૯૪૨૮૮૮૯૫૬૦

(2:57 pm IST)