Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

પાન-ફાકીની દુકાન, દૂધની ડેરી ખુલ્લી રાખનારા વેપારી સહિત પ૧ લોકો પોલીસની ઝપટે ચડયા

રાજકોટ, તા.૯ : કોરોના મહામારી અંતર્ગત અનલોક-રમાં વધુને વધુ છુટછાટો આપી છે કે લોકો નિયમોનું પાલન કરી રોજીરોટી રળી શકે. ધંધા-રોજગારને વેગ આપી શકે, પરંતુ નિયમો લકોો નિયમોનું ઉલંધન કરી રહ્યા છે. રાત્રીના દસથી સવારના પાંચ સુધી કર્ફયુનું પાલન કરવા પણ આદેશ છે. આ નિયમ પણ લોકો તોડી રહ્યા છે. સમય પૂરો થાય પછી પણ દુકાનો-રેસ્ટોરન્ટ ખુલ્લા રાખનારા વેપારી તથા બીનજરૂરી લટાર મારવા નિકળેલા પ૧ લોકો સામે કાર્યવાહી કરી છે.

એ-ડીવીઝન પોલીસે જયુબેલી ચોકમાંથી ફૈગ્નઅલીબેગ સુજાદ બેગ મીર્ઝા, રામનાથપરા સ્મશાન પાસેથી નીસરીન હુસેનભાઇ મોદી, કનક રોડ મુરલીધાર ગેસ્ટ હાઉસ પાસેથી વિશાલ મહેન્દ્રભાઇ ગંભીર, મહિલા કોલેજ અંદરબ્રીજ પાસેથી દીપક રમણીકભાઇ ગોહેલ, ત્રિકોણબાગ ચોકમાંથી જીજ્ઞેશ વસંતલાલ સાતા તથા બી-ડીવીઝન પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોકમાંથી અતુલ નટવરલાલ કોટડીયા, રજની જહાભાઇ કળોતરા તથા કેશરી હિંદ પુલ પાસેથી આશીષ ભરતભાઇ ચાંઉ, શાહબાજ હુસેનભાઇ મકવાણા, સાહીલ ઇકબાલભાઇ શેખ, બેડી ચોકડી પાસેથી સુમીત સંજયગીરી ગોસાઇ, રમેશ ચામટાપ્રસાદ સીંગ, પાર્થ ભરતભાઇ કંસારા, તથા થોરાળા પોલીસે પોલીસ સ્ટેશન પાસેથી મહેન્દ્ર પ્રકાશભાઇ ગોરવાડીયા, હરેશ રામજીભાઇ રાઠોડ, માજોઠીનગરના ખૂણા પાસેથી વિમલ મનસુખભાઇ બાંભણીયા તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે સંગ્રામ હિરાભાઇ બાંભવા, ૮૦ ફુટ મેઇન રોડ પરથી રવિ રાજેશભાઇ ભુત, નીલ તૃપ્તીબેન પંડયા, કોઠારી મેઇન રોડ પરથી મહેશ ગીરીશભાઇ કાચા, રૂષી મનુભાઇ મુંધવા, અટીકા શેરી નં. ૮માંથી અજય અશોકભાઇ આદ્રેસા, યાજ્ઞિક ઉર્ફે રાધે વાલજીભાઇ કોલાતરા, તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર દેવનગર ઢોરા પાસેથી સતીષ બાબુભાઇ કુમારખાણીયા, દીપક પ્રેમજીભાઇ બાવળીયા, કુવાડવા ગામ બસ સ્ટેશન પાસેથી પ્રશાંત રમેશભાઇ સખપરીયા, કિશન દેવશીભાઇ દૂધાત્રા, તથા આજી ડેમ પોલીસે આજી ડેમ ચોકડી પાસેથી નાનજી કરશનભાઇ ગોગળીયા, કોઠારીયા રોડ પરથી પ્રવિણ વલ્લભભાઇ સુરેલા, વિપુલ પ્રવિણભાઇ ટાંક, કોઠારીયા રોડ પરથી કલ્પેશ મગનભાઇ ધામેલીયા, ભાવનગર મેઇન રોડ એચ. પી.ના પેટ્રોલ પંપ સામેથી અજય પ્રવિણભાઇ સોલંકી, માલવીયાનગર પોલીસે મવડી ચોકડી પાસેથી નયન મુકેશભાઇ રાઠોડ, પુનીતનગર પાણીના  ટાંકા પાસેથી અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા, કે.કે.વી. ચોક પાસેથી હરેશ શાંતીલાલ જોષી, તથા પ્ર.નગર પોલીસે ભીલવાસ ચોક પાસેથી ગોપાલ ઉકાભાઇ ગોહેલ, તથા ગાંધીગ્રામ પોલીસે પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહીલ, નિર્મલા રોડ પર હનુમાન મઢી ચોક પાસેથી યોગેશ કિશોરભાઇ ભટ્ટી, કોટેચા ચોક પાસે દુકાન ખુલ્લી રાખનાર સેન્દીલ નારાયણભાઇ સ્વામી નાયડૂ, રૈયા ચોકડી પાસેથી અભિષેક રાજેશભાઇ વર્મા, તથા કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસેથી રોનક મગનભાઇ ગીણોયા, સંદીપ કવાભાઇ મેવાડા, મવડી બાપા સીતારામ ચોકમાંથી ગૌતમ બટૂકભાઇ હીરપરા, ભાસ્કર બટૂકભાઇ હીરપરા, ભીમનગર સર્કલ પાસેથી  ગોપાલ બેનાભાઇ મદૂરીયા, વાવડી ચોકી પુનીતનગર ગોસીયા, કાલાવડ રોડ જડુસ પાસેથી સંજય અરજણભાઇ પાંભર, ચેતન હંસરાજભાઇ કમાણી, તથા યુનિવર્સિટી પોલીસે મીરા પાર્ક સોસાયટી મેઇન રોડ પરથી  દર્પણ મુકુંદભાઇ દવે, હિતેશ સુભાષભાઇ ચાવડા અને અલ્કાબેન હિતેશભાઇ ચાવડાની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(2:55 pm IST)