Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ કૌશીક પાસામાં ધકેલાયો

રાજકોટ,તા.૯ : તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં પકડાયેલા શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથક હેઠળ વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં પકડાયેલા કૌશીક મનસુખભાઇ ચાવડા(ઉ.વ.૨૩)રહે. પાટીદાર ચોક આરએમસી કવાર્ટરનં.૯૫ (મૂળ મોટી પાનેલી)ને પાસામાં ધકેલાયા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ  ઇશ્યુ કરતા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી ધોળા પીએસઆઇ એન.ડી ડામોર, એસએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા હેડકોન્સ વિજયગીરી, ભગીરથસિંહ, છત્રપાલસિંહ, મનીષભાઇ અને હર્ષરાજસિંહ સહિતે કૌશીક મનસુખભાઇ ચાવડા (ઉવ.૨૩)ની પાસા તળે અટકાયત કરી સુરત જેલમા ધકેલી દીધો હતો.

(2:47 pm IST)