Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

હર દિન, હર પલ આપ કા સાથ હો, મેરે ભાઇ તુમ પાપા કે સરતાજ હો

ભાઇ...ભાઇ... રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં જયેશ રાદડિયા અને તેના લઘુબંધુ લલિત રાદડિયાએ ઝંપલાવ્યું છે બન્નેની જીત નિશ્ચિત મનાય છે. પિતાજી સ્વ. વિઠ્ઠલભાઇના પગલે બન્ને ભાઇઓ એક બીજાના સહકારથી સહકારી ક્ષેત્રે આગળ વધી રહયા છે. આજે ઉમેદવારી પત્ર રજુ કરતા પુર્વે લલિત રાદડિયાએ મોટાભાઇ જયેશ રાદડિયાને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા. જૈસે દોનો આંખ એક સાથ હોતે હૈ, વૈસે ભાઇ  ભાઇ કે રીશ્તે ભી ખાસ હોતે હૈ.... બન્ને ભાઇઓની ઉમેદવારી પ્રસંગના મિલનના પળના સાક્ષી બનેલા બેંકના ડીરેકટર અરવિંદ તાળાએ પણ ખુશી વ્યકત કરેલ. રાદડિયા બંધુઓ સહકારી 'તાળા' અને સફળતાની 'ચાવીઓ' સાથે રાખી શકે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:48 pm IST)