Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાજકોટ : ૪ પાંજરાપોળને ૬.૦૯ લાખની સહાયતા

ગૌશાળા સહાય માટે સરકાર કટિબદ્ધ

અમદાવાદ,તા.૯ : ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી બચુ ખાબડે જણાવ્યું છે કે, ગાય માતાનું સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી છે ત્યારે રાજ્યમાં કાર્યરત ગૌશાળા-પાંજરાપોળોને સહાય કરવા માટે રાજ્ય સરકારે નિર્ધાર કરીને માળખાગત સવલતો પૂરી પાડવામાં આવે છે. વિધાનસભા ખાતે જૂનાગઢ/ગાંધીનગર જિલ્લામાં ગૌશાળા-પાંજરાપોળોને સહાય પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ખાબડે કહ્યું કે, બન્ને જિલ્લામાં ૧૫ સંસ્થાઓને સહાય કરાઇ છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં ૯ અને જૂનાગઢ જિલ્લામાં ૬ સંસ્થાઓને સહાય કરાઇ છે. જેમાં કેટલશેડ, ચાફકટર, ફલોટિંગ સહિતની માળખાગત સવલતો પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે પારદર્શી રીતે કામગીરી ઓન લાઇન હાથ ધરવામાં આવે છે. દરમિયાન ગૌ સંવર્ધનમંત્રી બચુ ખાબડે જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં પાંજરા પોળોને આંતર માળખાકીય સુવિધા માટે ૬.૦૯ લાખ સહાય પેટે ચૂકવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ગૌશાળા-પાંજરાપોળને સહાય ચૂકવવા અંગે મંત્રીએ જણાવ્યું કે ૨૦૧૭-૧૮માં બે અને ૨૦૧૮-૧૯માં બે એમ કુલ ચાર ગૌ શાળા પાંજરાપોળોને પાણીની ટાંકી જેવી આંતર માળખાકીય સુવિધાઓ માટે સહાય કરવામાં આવે છે.

(9:45 pm IST)